બાળકોનું વેકેશન બની જશે યાદગાર, તેમની સાથે આ રીતે વિતાવો સમય
સંબંધોને મજબૂત બનાવવા માટે એક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો ખૂબ જ જરૂરી છે અને બાળકો સાથે સમય પસાર કરવો કો

સંબંધોને મજબૂત બનાવવા માટે એક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો ખૂબ જ જરૂરી છે અને બાળકો સાથે સમય પસાર કરવો કોને પસંદ નથી. દરેક માતા-પિતા પોતાના બાળકને પૂરતો સમય આપવા ઈચ્છે છે. જો કે આજના સમયમાં મોટાભાગના માતા-પિતા નોકરી કરતા હોય છે, અને બાળકો પણ રોજ શાળાએ જતા હોય છે તેથી તેઓ સાથે સમય પસાર નથી કરી શકતા. બાળકોનું ઉનાળાનું વેકેશન મેથી જૂનના અંત સુધી ચાલે છે. માતા-પિતા આ સમયને તેમના બાળકો માટે ખાસ બનાવી શકે છે.
બાળકો ઉનાળાના વેકેશનની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે તેમને આખું વર્ષ અભ્યાસ કર્યા બાદ આટલું લાંબુ વેકેશન મળે છે. આ સમય દરમિયાન માતા-પિતા બાળકો સાથે સારો સમય પસાર કરી શકે છે અને કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા તેમના સમયને ખાસ અને યાદગાર બનાવી શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે.
પ્રેરણાત્મક વાર્તાઓ વાંચો
પહેલાના સમયમાં મોટાભાગે સંયુક્ત કુટુંબો હતા અને બાળકો દાદા-દાદી પાસેથી વાર્તાઓ સાંભળીને મોટા થતા હતા, પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો નોકરી કરતા હોય છે, તેથી વિભક્ત કુટુંબો છે, જેમાં ફક્ત માતા-પિતા અને બાળકો જ રહે છે. ઉનાળાના વેકેશનને યાદગાર બનાવવા માટે, બાળકોને દરરોજ પ્રેરણાત્મક વાર્તાઓ કહો. આનાથી આ દિવસો તેમના માટે ખાસ તો બનશે જ, સાથે તેમના વ્યક્તિત્વમાં પણ સુધારો થશે.
આ પણ વાંચો: બાળકના ઉછેર માટે માતાની સાથે પિતાએ પણ કરવા જોઈએ આ 5 કામ
ગેટ ટુગેધર પ્લાન કરો
જો તમે પણ પરિવારથી દૂર રહો છો, તો તમે તમારા નજીકના સંબંધીઓ અને પરિવારના અન્ય સભ્યોને તમારા ઘરે આમંત્રિત કરી શકો છો. તેનાથી બાળકો તેમના કઝિન ભાઈ-બહેનને મળી શકશે. આ માત્ર એક ફેમિલી ગેટ ટુગેધર જ નહીં, પરંતુ બાળકો માટે પણ ખાસ સમય હશે અને તેમના કઝિન સાથે તેમનો બોન્ડ પણ વધુ મજબૂત બનશે.
બાળકોને તેમની મનપસંદ સ્કિલ શીખવો
અભ્યાસ દરમિયાન બાળકોને કંઈક શીખવવું ક્યારેક તેમના પર વધારાનું દબાણ લાવી શકે છે. ઉનાળાના વેકેશનમાં તમે તમારા બાળકને તેની પસંદગીના કોઈપણ ક્લાસ જોઈન કરાવી શકો છો. જેમ કે ડાન્સ, મ્યુઝીક, આર્ટ વગેરે. બાળકો આનો આનંદ માણશે અને તેમની સ્કિલ્સમાં પણ સુધારો થશે. આ સિવાય તમારે પણ બાળક સાથે મળીને આ બધી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.
સારી ટેવો શીખવો
ઉનાળાનું વેકેશન એ એક લાંબો સમય છે જ્યારે તમે તમારા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ તો વિતાવી જ શકો છો, તેની સાથે તેમનામાં સારી ટેવો પણ કેળવી શકો છો. જેમ કે સવારે તેમને તમારી સાથે જોગિંગ કરવા લઈ જાઓ અથવા યોગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવો. આ સાથે, તે સવારે વહેલા ઉઠવાનું શીખશે અને ફિટ રહેવા માટે જાગૃત રહેશે.








