મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શું તમને એકલા મુસાફરી કરવામાં ડર લાગે છે? તો આ ટિપ્સ ફોલો કરીને દૂર કરો સ્ટ્રેસ

વિવિધ સ્થળોની મુસાફરી કરવાથી અને અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરવાથી તમને માત્ર તણાવમાંથી મુક્તિ જ નથી મળતી, પરંત

શું તમને એકલા મુસાફરી કરવામાં ડર લાગે છે? તો આ ટિપ્સ ફોલો કરીને દૂર કરો સ્ટ્રેસ

વિવિધ સ્થળોની મુસાફરી કરવાથી અને અલગ અલગ જગ્યા એક્સપ્લોર કરવાથી તમને માત્ર તણાવમાંથી મુક્તિ જ નથી મળતી, પરંતુ તમે નવી વસ્તુઓ પણ શીખી શકો છો. કોઈ સ્થળની ભૌગોલિક સ્થિતિ, સંસ્કૃતિ, ભાષા કે ખાદ્યપદાર્થો વિશે જાણી શકો છો. દરેક પ્રવાસમાં તમને કંઈક નવું શીખવા મળે છે. કેટલાક લોકો મુસાફરીના ઉલ્લેખ માત્રથી ખુશ થઈ જાય છે, જ્યારે અન્ય લોકો મુસાફરીને ગભરાટ અને ચિંતાથી ભરેલું કાર્ય માને છે. ખાસ કરીને જ્યારે તેમને એકલા મુસાફરી કરવી પડે છે.

તમે જે રીતે વસ્તુઓને એકલા જુઓ છો અને સમજો છો તે રીતે તમે મિત્રો અને પરિવાર સાથે વસ્તુઓનો અનુભવ કરી શકતા નથી. તેથી, તમે ક્યાંક કામ માટે અથવા પ્રવાસ માટે જઈ રહ્યા છો, તો કેટલીકવાર તમારે એકલા મુસાફરી કરવી જરૂરી છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ મિત્રો અને પરિવાર સાથે આરામથી મુસાફરી કરે છે, પરંતુ એકલા મુસાફરી કરવામાં ડર લાગે છે, તો કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને તમે એકલા મુસાફરી કરવાનું શીખી શકો છો અને તમને કોઈ ગભરાટ પણ નહીં થાય. 

સૌથી મહત્ત્વની બાબત છે પ્રથમ પગલું ભરવું

ઘણીવાર લોકો કહે છે કે તેઓ એકલા મુસાફરી નહીં શકે અને આ ડરને કારણે તેઓ ઘણી જગ્યાએ મુસાફરી કરવાનો અનુભવ ચૂકી જાય છે. તેથી, તે સૌથી મહત્ત્વનું છે કે તમે તમારું પ્રથમ પગલું ભરો અને એકલા મુસાફરી કરવાનું આયોજન કરો. જો તમારે કામ માટે ક્યાંક જવાનું હોય, તો એકલા મુસાફરી કરો. આ તમને જણાવશે કે તમે એકલા મુસાફરી કરવાનું જેટલું મુશ્કેલ માનતા હતા, વાસ્તવમાં તે એટલું મુશ્કેલ નથી.

સ્થળ વિશેની તમામ માહિતી એકત્રિત કરો

ઘણા લોકો એવા છે કે જેઓ એ વિચારીને તણાવમાં આવે છે કે તેઓ જે સ્થળપર જશે ત્યાં તેમને રહેવા અને જમવાની સુવિધા મળશે કે નહીં. સૌથી મોટો ભય એ છે કે તેઓ અજાણી જગ્યાએ ખોવાઈ જશે. આ બધી બાબતોના તણાવથી બચવા માટે જે-તે સ્થળની માહિતી એકઠી કરવી જરૂરી છે. આ માટે, વારંવાર મુસાફરી કરનાર અથવા તે સ્થળ વિશે જાણકાર વ્યક્તિની મદદ લઈ શકાય છે. કોઈપણ સ્થળનું હવામાન, રહેવાની જગ્યાઓ, ફરવાની જગ્યાઓ, ભોજનની વ્યવસ્થા વગેરેની જાણકારી મેળવો જેથી તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

તમને કઈ વસ્તુથી ડર લાગે છે તે સમજો

સૌથી પહેલા તમારે એ સમજવું પડશે કે તમને કઈ વસ્તુથી વધુ ડર લાગે છે. જેમ કે, શું તમે ટ્રેન કે બસમાં મુસાફરી કરતી વખતે અસુરક્ષિત અનુભવો છો કે પછી વાહનોમાં બેસીને અસ્વસ્થતા અનુભવો છો. જો આવું કોઈ કારણ હોય તો આ સ્થિતિમાં તમારી સાથે દવા રાખો, પુષ્કળ પાણી પીતા રહો, મુસાફરી દરમિયાન ભારે ખોરાક ન ખાવો. અગાઉથી મુસાફરીનો યોગ્ય સમય શોધી કાઢો અને મુસાફરી દરમિયાન તમારી જાતને વ્યસ્ત રાખો, આમાં સંગીત સાંભળવું, સિરીઝ જોવીવો, પુસ્તક વાંચવું જેવી બાબતો તમને મદદ કરી શકે છે.

આ રીતે સલામતીનું ધ્યાન રાખો

એકલા મુસાફરી કરતી વખતે સલામતીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં, પ્રતિષ્ઠિત કંપનીઓની કેબ બુક કરો અને તેની સાથે સંબંધિત તમામ માહિતી તમે જાણતા હોવ તે વ્યક્તિ સાથે શેર કરો. જો તમારે સ્થાનિક ઓટો અથવા ઈ-રિક્ષામાં મુસાફરી કરવી હોય તો પણ નંબર પ્લેટનો ફોટો તમારી સાથે રાખો. આ સિવાય મોબાઈલ ચાર્જર અને પાવર બેંક સાથે રાખવાનું ભૂલશો નહીં.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, તમને સલામતીને લઈને કોઈ તણાવ નહીં આવે અને સૌથી મોટી વાત એ છે કે જો તમે એક વખત એકલા મુસાફરી કરો છો, તો તમને ફરીથી કોઈપણ પ્રકારની મૂંઝવણ નહીં થાય.

આ સમાચાર શેર કરો