મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Travel Tips / ટુરિસ્ટ પ્લેસ પરની ભીડથી બચવું છે? તો ઉપયોગી થશે આ ટિપ્સ

લગભગ દરેક વ્યક્તિને ફરવા જવું ગમે છે. સુંદર સ્થળો કે જેના વિશે તમે સાંભળ્યું અને વાંચ્યું છે તેને તમારી પોતાની આંખોથી

Travel Tips / ટુરિસ્ટ પ્લેસ પરની ભીડથી બચવું છે? તો ઉપયોગી થશે આ ટિપ્સ

લગભગ દરેક વ્યક્તિને ફરવા જવું ગમે છે. સુંદર સ્થળો કે જેના વિશે તમે સાંભળ્યું અને વાંચ્યું છે તેને તમારી પોતાની આંખોથી જોવાનો અનુભવ અલગ જ છે. પરંતુ આ સ્થળોની મુલાકાત લેતી વખતે એક સમસ્યા એ છે કે અમુક ટુરિસ્ટ પ્લેસ ખૂબ લોકપ્રિય હોવાને કારણે ત્યાં ઘણી ભીડ રહે છે. જેના કારણે તમે તે જગ્યાને યોગ્ય રીતે એક્સપ્લોર નથી કરી શકતા.

વધુ પડતી ભીડને કારણે, તમે તે સ્થાનો પર શાંતિનો અનુભવ નથી કરી શકતા. એટલું જ નહીં, ભીડના કારણે તમારા સમય અને પૈસા બંનેનો વ્યય થાય છે. જો તમે ઈચ્છો તો, તમે આ સ્થળોએ વધુ પડતી ભીડ ટાળી શકો છો અને આ લોકપ્રિય ટુરિસ્ટ પ્લેસની મુલાકાત લેવાનો આનંદ માણી શકો છો. બસ આ માટે તમારે કેટલીક નાની ટિપ્સ ફોલો કરવાની જરૂર છે. આજે આ લેખમાં અમે તમને આવી જ કેટલીક નાની ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમે ટુરિસ્ટ પ્લેસ પરની ભીડથી બચી શકો છો.

ઓફ-સિઝનમાં મુસાફરી કરો

જો તમે લોકપ્રિય ટુરિસ્ટ પ્લેસ એક્સપ્લોર કરવા અને ત્યાં ભીડને ટાળવા માંગતા હોવ, તો ઓફ-સિઝનમાં પ્રવાસનું આયોજન કરો. મોટાભાગના લોકો વેકેશન, રજાઓ અથવા તહેવારોના સમય દરમિયાન ફરવા જવાનું આયોજન કરે છે, તેથી આ સમય દરમિયાન અહીં ઘણી ભીડ હોઈ શકે છે. જો તમે ઓફ-સિઝનમાં ફરવા જશો, તો તમને ઓછા પ્રવાસીઓ મળશે અને તમે બિનજરૂરી ભીડથી બચી શકશો.

સમય અંગે ફ્લેક્સિબલ  બનો

જો તમે ભીડને ટાળવા માંગતા હોવ, તો તમારે તમારી મુસાફરીના સમય અંગે થોડું ફ્લેક્સિબલ થવું જોઈએ. મોટાભાગના પ્રવાસીઓ સવારે અથવા બપોરે ફરવા નીકળે છે. આવી સ્થિતિમાં, જો તમે વહેલી સવારે અથવા મોડી સાંજે ફરવા જાઓ છો, તો આ સમય દરમિયાન ભીડ ઓછી હોય છે. આવી સ્થિતિમાં, તમે તે સ્થળોને વધુ સારી રીતે એક્સપ્લોર કરી શકશો.

વીકએન્ડ પર જવાનું ટાળો

ભીડથી બચવાનો આ પણ એક સારો રસ્તો છે. મોટાભાગના લોકો વીકએન્ડમાં બહાર જાય છે અને તેથી, લોકપ્રિય ટુરિસ્ટ પ્લેસ પર વીકએન્ડમાં ભીડ હોઈ શકે છે. પરંતુ જો તમે વીક ડેઝમાં ટ્રિપ પર જાઓ છો, તો તમે ભીડથી બચી શકો છો. તેથી, જો શક્ય હોય તો, એક કે બે દિવસનો બ્રેક લો અને મીડ-વીકમાં ફરવાનું આયોજન કરો.

લાંબા સમય સુધી રહેવાની યોજના બનાવો

જો તમને લાગે છે કે કોઈ લોકપ્રિય ટુરિસ્ટ પ્લેસ પર ખૂબ ભીડ છે અને તેથી તમે તે સ્થળને યોગ્ય રીતે માણી શકતા નથી, તો તમારે ત્યાં થોડો વધુ સમય રોકાવાનું આયોજન કરવું જોઈએ. જેથી તમે માત્ર તે પ્રવાસન સ્થળ જ નહીં પરંતુ તેની આસપાસના સ્થળોને પણ એક્સપ્લોર કરી શકશો. આ સાથે તમને ત્યાં ભીડ ઓછી જોવા મળશે અને તમને વધુ મજા આવશે. જો તમે લાંબા સમય સુધી રોકાશો, તો તમે વહેલી સવારે અથવા મોડી સાંજે તે સ્થળોની મુલાકાત લઈ શકશો. 

આ સમાચાર શેર કરો