મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

અભ્યાસનો બોજ બની રહ્યો છે બાળકોની માનસિક સમસ્યાઓનું કારણ, માતા-પિતા આ રીતે કરી શકે છે તેમની મદદ

બદલાતા સમયે માત્ર લોકોની વિચારસરણી, જીવનશૈલી અને ખાવાની આદતોમાં પરિવર્તન જોવા મળે છે. જો કે, આ પરિવ

અભ્યાસનો બોજ બની રહ્યો છે બાળકોની માનસિક સમસ્યાઓનું કારણ, માતા-પિતા આ રીતે કરી શકે છે તેમની મદદ

બદલાતા સમયે માત્ર લોકોની વિચારસરણી, જીવનશૈલી અને ખાવાની આદતોમાં પરિવર્તન જોવા મળે છે. જો કે, આ પરિવર્તનમાં બીજી ઘણી બાબતો સામેલ છે, જેમાંથી એક એજ્યુકેશન સિસ્ટમ છે. વાંચન અને લેખનનો સારા ભવિષ્ય સાથે સીધો સંબંધ છે. તેથી, આ અંગે બાળકો પર શરૂઆતથી જ એક અલગ પ્રકારનું દબાણ હોય છે, પરંતુ આજકાલ તે થોડું વધી ગયું છે. જેના કારણે વિદ્યાર્થીઓ અનેક પ્રકારની માનસિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે.

નાની ઉંમરમાં શિક્ષણને કારણે બાળકોમાં વધી રહેલી માનસિક સમસ્યાઓ ચિંતાનો વિષય છે. સ્પર્ધાને જોતા વિદ્યાર્થીઓ પર સારા પ્રદર્શન માટે અલગ દબાણ રહે છે. જેના કારણે તેઓ ગુસ્સે થાય છે તેમજ આક્રમક અને અંડર કોન્ફીડેન્ટ અનુભવી શકે છે. જેના કારણે માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને અનિદ્રા જેવા લક્ષણો પણ અનુભવી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, આ માનસિક સમસ્યાઓ પોતાને નુકસાન પહોંચાડવાનું કારણ પણ બની શકે છે. બાળકોમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના લક્ષણોને ઓળખો

જો તમારું બાળક હંમેશા ગુસ્સામાં રહે છે, લોકો સાથે પહેલા કરતા ઓછો સંપર્ક કરે છે, તેના આહાર પર ધ્યાન આપતું નથી અને તેની ઊંઘની પેટર્નમાં બદલાવ જોવા મળે છે, તો આ તણાવ અને હતાશાના લક્ષણો છે. તેને સમયસર ઓળખીને આપણે તેને ગંભીર પરિસ્થિતિ સુધી પહોંચતા અટકાવી શકીએ છીએ. અભ્યાસ મહત્ત્વનો છે, પરંતુ બાળકો પર એટલું દબાણ ન કરો કે તેઓ બાળપણમાં જ તણાવનો શિકાર બની જાય.

વાતચીત કરો

અભ્યાસની સાથે-સાથે ઘર, શાળા, કોચિંગ દરેક જગ્યાએ બાળકો પોતાની સમસ્યાઓ વિશે ભય કે ગભરાટ વગર ખુલીને ચર્ચા કરી શકે તેવું વાતાવરણ બનાવો. બાળકોને આ સ્વતંત્રતા આપીને, તમે તેમને તણાવ અને હતાશાનો શિકાર થતા બચાવી શકો છો. તેમને એ પણ સમજાવો કે માનસિક રીતે સ્વસ્થ રહેવું એટલું જ જરૂરી છે જેટલું શારીરિક રીતે સ્વસ્થ હોવું અને જો તેમને આમાં કોઈ નિષ્ણાતની મદદ લેવી પડે તો એમ કરવામાં અચકાવું નહીં.

સોશિયલ પ્રેશરથી દૂર રાખો

બાળકોને હેલ્ધી કોમ્પીટીશન વિશે સમજાવો. આનાથી તણાવ વધવાને બદલે વાંચન, લેખન કે અન્ય કામ માટે પ્રેરણા મળે છે. આના કારણે બાળકો શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં વધુ સારું પ્રદર્શન કરે છે.

આ સમાચાર શેર કરો