Beauty Tips / તૈલી ત્વચાથી રાહત અપાવશે આ ફળ, જાણો સ્કિન કેરમાં ઉપયોગ કરવાની રીત
જો તમારી સ્કિન પણ ઓઈલી છે તો તમાર સ્કિન કેર રૂટીનમાં પપૈયાનો ઉપયોગ કરો. આ એક એવું ફળ છે જે સ્વાસ્થ્યની સાથે

જો તમારી સ્કિન પણ ઓઈલી છે તો તમાર સ્કિન કેર રૂટીનમાં પપૈયાનો ઉપયોગ કરો. આ એક એવું ફળ છે જે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પપૈયામાં ફાઈબર, વિટામિન બી, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. ઓઈલી સ્કિનવાળા લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓ વધુ હોય છે, આવી સ્થિતિમાં પપૈયાથી બનેલો ફેસ પેક લગાવવાથી ચહેરાને નિખારવામાં મદદ મળે છે અને ખીલની સમસ્યા ઓછી થાય છે. અહીં અમે તમને પપૈયાનો ફેસ પેક બનાવવાની રીત જણાવી રહ્યા છીએ, જેના ઉપયોગથી તમારો ચહેરો ચમકશે અને ડાઘ-ધબ્બા દૂર થશે.
એલોવેરા અને પપૈયાનો ફેસ પેક
એલોવેરામાં ઔષધીય ગુણ હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. ફેસ પેક બનાવવા માટે પપૈયાને મેશ કરી તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 4-5 મિનિટ સુધી સારી રીતે ઘસો. આ પછી, તેને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો અને છેલ્લે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો.
પપૈયા અને મુલતાની માટી ફેસ પેક
પપૈયા અને મુલતાની માટીનો ફેસ પેક બનાવવા માટે પપૈયાને મેશ કરી તેમાં 1 ચમચી મુલતાની માટી પાવડર મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. આ પેકને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. પપૈયા અને મુલતાની માટીના પેકનો ઉપયોગ કરવાથી ચહેરાના ડાઘ ઓછા થાય છે.
પપૈયા અને મધનો ફેસ પેક
આ ફેસ પેક બનાવવા માટે તમારે 2 ચમચી પપૈયા અને 1 ચમચી મધની જરૂર પડશે. બંનેને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી આ પેકને ચહેરા પર ઓછામાં ઓછા 15 મિનિટ સુધી રહેવા દો. છેલ્લે આ સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








