મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : એકદમ સોફ્ટ રસગુલ્લા બનાવવાની આ સરળ રીત, સ્વાદિષ્ટ મીઠાઇ સૌ કોઈને ભાવશે

રસગુલ્લાની મીઠાઇ દરેકની મનપસંદ છે. તમને તાજા પનીર અને ખાંડની ચાસણીમાં ડુબાડેલા આ નરમ રસગુલ્લા વારંવાર બનાવવા અને ખ

Recipe : એકદમ સોફ્ટ રસગુલ્લા બનાવવાની આ સરળ રીત, સ્વાદિષ્ટ મીઠાઇ સૌ કોઈને ભાવશે

રસગુલ્લાની મીઠાઇ દરેકની મનપસંદ છે. તમને તાજા પનીર અને ખાંડની ચાસણીમાં ડુબાડેલા આ નરમ રસગુલ્લા વારંવાર બનાવવા અને ખાવાનું ગમશે. તહેવારોની સિઝનમાં તમે પણ આ રેસીપી અજમાવી શકો છો. રસગુલ્લા જોઈને કોઈપણના મોંમાં પાણી આવી જશે. તેને ઘરે બનાવવું પણ ખૂબ જ સરળ છે, તેને બનાવવા માટે માત્ર દૂધ, લોટ, લીંબુ અને ચાસણીની જરૂરી હોય છે. 

રસગુલ્લા બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 1 લીટર
  • ખાંડ 500 ગ્રામ
  • 1 લીંબુ નો રસ
  • મેંદો 1 ચમચી
  • પાણી 1 લીટર
  • 1-2 એલચી

રસગુલ્લા બનાવવાની રીત

રસગુલ્લા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક લીટર દૂધ ગરમ કરવા મૂકો ,દૂધ ગરમ ત્યાં સુધીમાં એક વાટકામાં 1 લીંબુનો રસ નીચોવી લો રસ જેટલું પાણી નાખી લીંબુના રસને ડાયલૂંટ કરી લો.

હવે દૂધ ઉકળવા માંડે એટલે ગેસ બંધ કરી ગેસ પરથી નીચે ઉતરી દૂધને બે મિનિટ ઠંડુ થવા દો , બે મિનીટ પછી થોડો થોડો કરીને લીંબુના રસવાળુ પાણી નાખતા જાવ અને ધીમે ધીમે હલાવતા જાવ દૂધ અને પાણી બંને છૂટા કરી લો.

હવે એક ચારણીમાં મલ મલનું કપડું મૂકી તેમાં તૈયાર પનીરવાળુ પાણી નાખી પનીર પાણી અલગ કરી લો, ત્યાર બાદ તેમાં એકથી બે ગ્લાસ ઠંડુ પાણી નાખી પનીર ઠંડુ કરો જેથી પનીર ઘણું ટાઇટ ન થાય લીંબુની ખટાશ તેમાંથી નીકળી જાય આમ 1-2 વાર પાણી નાખી પનીર ધોઇ લેવું.

ત્યારબાદ ગેસ પર એક તપેલીમાં ખાંડ લો તેમાં 1 લીટર જેટલું પાણી નાખી ફૂલ તાપે હલાવતા જઈ ખાંડ ઓગળી લો અને ઉકળવા મુકો, હવે તૈયાર પનીરને એકવાર બે-ત્રણ વાર નીચોવી લો ત્યારબાદ વજન રાખી પાંચ મિનિટ નીતરવા મૂકો.

પાંચ મિનિટ બાદ પનીરને કપડામાંથી કાઢી મોટી થાળીમાં લો, થાળીમાં લીધા બાદ પનીરને હાથ વડે બે-ત્રણ મિનિટ મસળો , ત્યારબાદ તેમાં એક ચમચી મેંદો અથવા આરા લોટ ઉમેરી ફરીથી ચાર પાંચ મિનિટ મોડો મસળી લો.

પનીર મસળીને એકદમ સ્મુધ થઈ જાય એટલે તેની હથેળી વડે નાની નાની ગોળીઓ બનાવી લો, ગોળી બનાવતા વખતે ધ્યાન રાખો કે તેમાં ક્યાંક ક્રેક ના રહી જાય

હવે તૈયાર ગોળીઓને એક એક કરીને ગેસ પર ફૂલ તાપે ઉકળતી ખાંડની ઉકળતાં ચાસણીમાં જાઓ, બધી ગોળીઓ નખાઈ જાય ત્યારબાદ પાંચ-સાત મિનિટ ફુલ તાપે ઉકળવા દો.

ત્યારબાદ થોડી હવા નીકળે તે રીતે ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ ચડાવો, પછી ઢાંકણ ખોલી બધીજ ગોળીઓને હળવા હાથે ચમચા વડે હલાવીને ઉથલાવી લેવી,  ત્યાર બાદ ફરી ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ફુલ તાપે ચડાવો.

પછી ગેસ બંધ કરી ચાસણીમાં એક કપ ગરમ પાણી નાખો જેથી ચાસણી ઘટ્ટ ના રહે , હવે રસગુલ્લા ઠંડા થવા એક બાજુ મૂકી દેવા, રસગુલ્લા ઠંડા થઈ જાય એટલે તેને ફ્રીઝમાં મૂકી ઠંડા કરો અને ઠંડા થઇ જાય એટલે મજા માણો ઠંડા ઠંડા રસગુલ્લા

આ સમાચાર શેર કરો