પિમ્પલ્સ ઘટાડવામાં મદદરૂપ થશે આ DIY ક્રીમ, આવી રીતે કરો તેનો ઉપયોગ
બદલાતી સિઝનમાં ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થાય છે અને પિમ્પલ્સ પણ આ સમસ્યામાંથી એક છે. પિમ્પલ્સના કારણે

બદલાતી સિઝનમાં ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થાય છે અને પિમ્પલ્સ પણ આ સમસ્યામાંથી એક છે. પિમ્પલ્સના કારણે ત્વચા પર ફોલ્લીઓ અને ડાઘ દેખાવા લાગે છે અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે, પરંતુ આ પ્રોડકટનો ઉપયોગ બંધ કર્યા પછી આ સમસ્યા ફરી શરૂ થાય છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમે DIY ક્રીમનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ આ ક્રીમ ઘરે કેવી રીતે બનાવી શકાય છે.
એલોવેરા જેલની મદદથી ક્રીમ બનાવો
નિષ્ણાતો જણાવે છે કે, એલોવેરા જેલની મદદથી બનેલી ક્રીમ પિમ્પલ્સની સમસ્યાને ઓછી કરી શકે છે. એલોવેરા જેલમાં અનેક ગુણો હોય છે અને આ બધા ગુણ ચહેરા માટે ફાયદાકારક છે. એલોવેરા જેલમાં એન્ટિ-સેપ્ટિક, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા ઘણા ગુણધર્મો છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓની સારવારમાં મદદ કરે છે. આ સિવાય એલોવેરા જેલનો ઉપયોગ ચહેરા પર ચમક લાવે છે.
એલોવેરા જેલ, ટી ટ્રી ઓઈલ અને વિટામીન ઈ ઓઈલ
સામગ્રી
- 4 ચમચી એલોવેરા જેલ
- 2 ચમચી વિટામિન ઈ ઓઈલ
- 2 ચમચી ટી ટ્રી ઓઈલ
આ રીતે DIY ક્રીમ બનાવો
- ક્રીમ બનાવવા માટે એક બાઉલમાં એલોવેરા જેલ લો.
- તેમાં વિટામિન ઈ ઓઈલ ઉમેરો
- આ પછી તેમાં ટી ટ્રી ઓઈલ ઉમેરો
- આ ક્રીમને એર ટાઈટ કન્ટેનરમાં રાખો.
- આ ક્રીમને રોજ રાત્રે લગાવો.
- આ સાથે, તમે આ ક્રીમ દિવસ દરમિયાન પણ લગાવી શકો છો.
- આ ક્રીમ લગાવતા પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લો.
નોંધ: આ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા, પેચ ટેસ્ટ કરો જેથી ત્વચા પર કોઈ રીએક્શન આવે છે કે નહીં તે જાણી શકાય. જો કોઈ રીએક્શન આવે તો નિષ્ણાતની સલાહ લો.






