પહેલીવાર હેર કલર કરાવવા જઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો, નહીં થાય કોઈ નુકસાન
વાળ આપણી સુંદરતા વધારે છે. ઘણા લોકો તેમના વાળને કલર કરાવે છે, આ પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. વાળ

વાળ આપણી સુંદરતા વધારે છે. ઘણા લોકો તેમના વાળને કલર કરાવે છે, આ પણ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. વાળને કલર કરાવવાનો ક્રેઝ માત્ર મહિલાઓમાં જ નહીં પરંતુ પુરુષોમાં પણ જોવા મળે છે. વાળને કલર કરાવવાથી વ્યક્તિની પર્સનાલીટી બદલાય જાય છે અને તેમને સંપૂર્ણપણે નવો લુક મળે છે. આવી સ્થિતિમાં જો તમે પહેલીવાર હેર કલર કરાવવા જઈ રહ્યા છો તો અમુક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે, કારણ કે જો તમે તેની યોગ્ય કાળજી નહીં રાખો અથવા તમારા વાળને ધ્યાનમાં રાખીને કલર નહીં કરાવો તો તે ભવિષ્યમાં તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે.
બ્યુટી એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તમે પણ તમારા વાળને કલર કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેથી તમને પાછળથી પસ્તાવો ન કરવો પડે અને તમારા વાળ પરફેક્ટ લાગે.
યોગ્ય રંગ શેડ પસંદ કરો
હેર કલર તમારી પર્સનાલીટીને બદલી નાખે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે પહેલા તેના વિશે સારી રીતે જાણો અને તમારા સ્કિન ટોન અનુસાર એવો કલર પસંદ કરો, જે તમને અનુકૂળ આવે અને તમને યુનિક લુક આપે.
પ્રોફેશનલ સ્ટાઇલીશની સલાહ લો
જો તમે તમારા વાળને પહેલીવાર કલર કરાવવા જઈ રહ્યા છો, તો તે કરતા પહેલા ચોક્કસપણે કોઈ પ્રોફેશનલ સ્ટાઇલીશની મદદ લો. તેઓ તમને તમારા વાળ અનુસાર બેસ્ટ હેર કલર પ્રોડક્ટ્સ વિશે સલાહ આપશે. ઉદાહરણ તરીકે, જો કોઈના વાળ ખૂબ જ ડ્રાય હોય, તો હેર કલર પ્રોડક્ટ્સ તે મુજબ પસંદ કરવામાં આવે છે.
પ્રોડક્ટ્સની ક્વોલિટી પર ધ્યાન આપો
આ સિવાય વાળને કલર કરતી વખતે ઘણા પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારા હેર સ્ટાઇલિશ જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે તેની ક્વોલિટી અને રિવ્યુ વિશે માહિતી મેળવો.
ડ્રાય હેર ટ્રીટમેન્ટ
વાળને કલર કરાવતા પહેલા તમારા વાળની તંદુરસ્તી તપાસો. કારણ કે તમારા વાળ ખૂબ જ ડ્રાય અને ડેમેજ છે, તો કલર કરાવતા પહેલા તમારે તેની યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડશે. જો તમે ડ્રાય વાળ પર કલર કરાવો છો, તો કલર યોગ્ય રીતે નહીં થાય અને વાળને નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે.
હેર કલર કરવ્યા પછી કાળજી રાખો
હેર કલર કરાવ્યા પછી, તમારા વાળને નુકસાન ન થાય તે માટે તેની કાળજી લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પ્રોફેશનલ સ્ટાઇલીશની સલાહ લીધા પછી વધુ સારા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો. તેઓ તમારા વાળ અનુસાર યોગ્ય પ્રોડક્ટ્સ સજેસ્ટ કરશે.








