મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

જુલાઈમાં પરિવાર સાથે ફરવા જવા ઈચ્છતા હોવ, તો એકદમ પરફેક્ટ છે આ જગ્યાઓ

ફેમિલી ટ્રિપ પર જવાની એક અલગ જ મજા હોય છે. આજકાલ વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો માટે તેમના પરિવાર સાથે સમય પસ

જુલાઈમાં પરિવાર સાથે ફરવા જવા ઈચ્છતા હોવ, તો એકદમ પરફેક્ટ છે આ જગ્યાઓ

ફેમિલી ટ્રિપ પર જવાની એક અલગ જ મજા હોય છે. આજકાલ વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો માટે તેમના પરિવાર સાથે સમય પસાર કરવો મુશ્કેલ બની જાય છે. જો કે, ઘણી વખત લોકો બજેટને કારણે પણ ફરવાનો પ્લાન કેન્સલ કરે છે. મુસાફરીની સાથે-સાથે રહેવા-જમવા માટેનો ખર્ચો પણ થાય છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક બજેટ ફ્રેન્ડલી જગ્યાઓ વિશે જણાવીશું.

જો તમે પણ તમારા પરિવાર સાથે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારે બજેટની ચિંતા કરવાની જરૂર નથી. તમે બહુ ઓછા પૈસામાં ભારતના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો. તેમાં પણ જુલાઈ અને ઓગસ્ટના મહિનામાં આ જગ્યાઓએ ફરવાની મજા બમણી થઈ જાય છે.

લોનાવાલા-ખંડાલા

હરિયાળી માત્ર હિમાચલ કે ઉત્તરાખંડમાં જ નથી. આવો સુંદર નજારો લોનાવાલા-ખંડાલા જેવા હિલ સ્ટેશન પર પણ જોઈ શકાય છે. ચોમાસાની ઋતુમાં આ જગ્યા વધુ સુંદર લાગે છે. આ મહારાષ્ટ્રના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાંથી છે. પૂણે અને મુંબઈના લોકોના આ સૌથી પ્રિય હિલ સ્ટેશન છે.

ઋષિકેશ

ઋષિકેશ લોકોની સૌથી પ્રિય જગ્યાઓમાંથી એક છે. એડવેન્ચર પ્રેમીઓ પણ અહીંની મુલાકાત લેવા આવે છે. આ સ્થળ યોગ માટે જાણીતું છે. આખું વર્ષ અહીંનું વાતાવરણ ખુશનુમા રહે છે. આ સ્થળ બાળકો અને પુખ્ત વયના લોકો માટે બેસ્ટ છે. અહીં આવ્યા પછી તમને શાંતિનો અનુભવ થશે.

પરવાણુ

હિમાચલના સોલનમાં આવેલ પરવાણુ પણ એક પરફેક્ટ ડેસ્ટિનેશન છે. અહીંની શિવાલિક પહાડીઓ જોઈને એક અલગ જ અનુભવ થાય છે. અહીં તમને કિલ્લાઓ અને સંગ્રહાલયો પણ જોવા મળશે, જ્યાં તમે બાળકોને ફરવા લઈ જઈ શકો છો. ટ્રેકર્સ માટે પણ આ એક ઉત્તમ સ્થળ છે. જો તમે ચોમાસામાં અહીં ફરવા જઈ રહ્યા છો, તો ત્યાં જતા પહેલા હવામાનની જાણકારી જરૂર લો. જો હવામાન ખરાબ હોય તો પ્લાન કેન્સલ કરો.

ચંબા

જો તમે કુલ્લુ-મનાલી ન જવા માંગતા હોવ તો તમે હિમાચલના ચંબા જઈ શકો છો. મોટાભાગના લોકો આ ઓફબીટ સ્થળ વિશે નથી જાણતા. જો કે, તે ફેમિલી ટ્રિપ માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો