આ આદતો હોઈ શકે છે હોર્મોનલ ઈમ્બેલેન્સનું કારણ, તમે બની શકો છો અનેક સમસ્યાઓના શિકાર
આજના સમયમાં લોકો નાની ઉંમરમાં જ અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ, સ્થૂળતા, કબજિયાત, હાઈ બ્લડપ્રેશ

આજના સમયમાં લોકો નાની ઉંમરમાં જ અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ, સ્થૂળતા, કબજિયાત, હાઈ બ્લડપ્રેશરની સાથે તેમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ પણ સામેલ છે. આ એક અલગ પ્રકારની સમસ્યા છે. જ્યારે હોર્મોન્સ અસંતુલીત થાય છે ત્યારે શરીરમાં બીજી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. હોર્મોનલ ઈમ્બેલેન્સ એટલે શરીરમાં હોર્મોન્સનું વધુ કે ઓછું ઉત્પાદન. હોર્મોનલ ઈમ્બેલેન્સ માટે આપણી કેટલીક આદતો જવાબદાર હોય છે. જો તમે આ આદતોને સુધારશો તો હોર્મોન્સ સરળતાથી સંતુલિત થઈ શકે છે. ચાલો જાણીએ હોર્મોનલ ઈમ્બેલેન્સનું કારણ કઈ આદતો છે.
શારીરિક પ્રવૃત્તિઓ ન કરવી
વ્યસ્ત જીવનશૈલી, ઘરની જવાબદારીઓ અને આળસને કારણે શારીરિક પ્રવૃત્તિને અવગણવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ માત્ર સ્થૂળતામાં વધારો નથી કરતું પરંતુ હોર્મોન્સના સંતુલનને પણ ખલેલ પહોંચાડે છે. જેના કારણે અપચો, વાળ ખરવા, વજન વધવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. જો તમે આનો શિકાર ન બનવા માંગતા હોવ તો દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વર્કઆઉટ કરો.
તણાવ
વધુ પડતા તણાવથી પણ હોર્મોન્સનું સંતુલન બગડી શકે છે. તેથી તણાવ ઓછો કરો. તણાવ દૂર કરવા માટે પ્રાણાયામ, યોગ, ધ્યાન વગેરેનો અભ્યાસ કરો.
ખોરાક
જંક, ઓઇલી ફૂડ, સ્પાઇસી ફૂડ ખાવામાં સારું લાગે છે, પરંતુ જો આ વસ્તુઓ તમારા ડાયટનો ભાગ છે તો જાણી લો કે તે હોર્મોનલ ઈમ્બેલેન્સનું પણ કારણ બની શકે છે. હોર્મોન્સ સંતુલિત રાખવા માટે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર ખોરાક લો.
મોડી રાત સુધી જાગવું
શરીરમાં યોગ્ય હોર્મોનલ બેલેન્સ જાળવવા માટે ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ શરીર માટે દરરોજ 7થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. જો તમે યોગ્ય રીતે ઊંઘતા નથી અથવા મોડી રાત સુધી જાગતા રહો છો, તો શરીરમાં હોર્મોનનું સ્તર બગડવા લાગે છે.








