મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

દરેક સ્કિન ટાઈપ માટે બેસ્ટ છે ગ્રીન ટીમાંથી બનેલા આ ફેસ પેક, દૂર થઈ જશે પિમ્પલ્સની સમસ્યા

ગ્રીન ટી એન્ટી-ઓકિસડન્ટોથી સમૃદ્ધ છે, તે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. આ સિવાય દરરોજ ચા

દરેક સ્કિન ટાઈપ માટે બેસ્ટ છે ગ્રીન ટીમાંથી બનેલા આ ફેસ પેક, દૂર થઈ જશે પિમ્પલ્સની સમસ્યા

ગ્રીન ટી એન્ટી-ઓકિસડન્ટોથી સમૃદ્ધ છે, તે વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. આ સિવાય દરરોજ ચા અને કોફીની જગ્યાએ ગ્રીન ટી પીવી વધુ સારી માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ગ્રીન ટી પીવાની સાથે તેનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે પણ કરી શકાય છે. તમે ગ્રીન ટીમાંથી ફેસ પેક બનાવી શકો છો અને તેને તમારા ચહેરા પર લગાવી શકો છો. આ ફેસ પેક દરેક પ્રકારની ત્વચા માટે ફાયદાકારક છે.

ગ્રીન ટી ફેસ પેક ચહેરા પરના પિમ્પલ્સથી છુટકારો અપાવે છે, આ સિવાય તે ચહેરા પરના પોર્સને પણ સાફ કરે છે જેનાથી ફરી પિમ્પલ્સ થવાની શક્યતા ઓછી થાય છે. આનાથી ફોલ્લીઓ અને ડાઘ-ધબ્બા દૂર થાય છે અને ત્વચાની સફાઈની સાથે રંગ પણ સુધરે છે. તો ચાલો જાણીએ વિવિધ પ્રકારના ગ્રીન ટી ફેસ પેક.

ડ્રાય સ્કિન માટે ગ્રીન ટી ફેસ પેક

ગ્રીન ટીમાં એક ચમચી મધ અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ ફેસ પેક ત્વચાને નમી તો આપશે જ સાથે સાથે કુદરતી ચમક પણ વધારશે. જો તમે ઈચ્છો તો આ ફેસ પેકને ગ્રીન ટીના પાણી સાથે પણ તૈયાર કરી શકો છો. ટેક્સચર સુધારવા માટે અડધી ચમચી ચણાનો લોટ ઉમેરી શકો છો.

ઓઈલી સ્કિન માટે ગ્રીન ટી ફેસ પેક

એક ચમચી ગ્રીન ટી લો અને તેને જરૂર મુજબ પાણીમાં સારી રીતે ઉકાળો. પછી તેમાં મુલતાની માટી અને લીંબુનો રસ નાખીને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. પહેલા તમારા ચહેરાને ધોઈ લો અને પછી તમારા ચહેરાને ટુવાલ વડે સુકાવો. હવે આ પેકને ચહેરા પર લગાવી લગભગ 15થી 20 મિનિટ માટે રહેવા દો અને પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો. આ ફેસ પેક વધારાનું તેલ દૂર કરે છે અને પિમ્પલ્સથી પણ છુટકારો અપાવે છે.

મિક્સ સ્કિન માટે ગ્રીન ટી ફેસ પેક

કેટલાક લોકોની સ્કિન કપાળ, નાક વગેરેની આસપાસ ઓઈલી હોય છે જ્યારે અન્ય ભાગો થોડા ડ્રાય હોય છે. આવી ત્વચા માટે ગ્રીન ટીના પાણીમાં ઓટમીલ મિક્સ કરો અને પછી તેમાં એક ચમચી મધ ઉમેરીને થોડી વાર રહેવા દો. જ્યારે ઓટમીલ નરમ થઈ જાય ત્યારે તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને ઓછામાં ઓછા 15થી 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

આ સમાચાર શેર કરો