જમ્યા પછી પણ લાગે છે ભૂખ? તો તમે નથી કરી રહ્યાને આ 5 ભૂલો
આપણે આપણી ભૂખ સંતોષવા માટે ખોરાક ખાઈએ છીએ, પરંતુ જો જમ્યા પછી પણ ભૂખ લાગે તો કંઈક ખોટું છે. ઘણા લોકોને આ

આપણે આપણી ભૂખ સંતોષવા માટે ખોરાક ખાઈએ છીએ, પરંતુ જો જમ્યા પછી પણ ભૂખ લાગે તો કંઈક ખોટું છે. ઘણા લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ આ સમસ્યા શા માટે થાય છે તે નથી સમજાતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો તમને જમ્યા પછી પણ ભૂખ લાગતી હોય તો તેની પાછળ 5 કારણો હોઈ શકે છે.
પ્રોટીન અને ફાઈબરની ઉણપ
પ્રોટીન અને ફાઈબર બે એવા પોષક તત્વો છે જેનાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું લાગે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિને બિનજરૂરી ભૂખ નથી લાગતી. તેથી, ભોજનમાં બંને પોષક તત્વોવાળા ખોરાકનું સેવન કરો, જેથી તે અનિચ્છનીય ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે.
પાણીની કમી
જો તમને ભરપૂર ભોજન કર્યા પછી પણ ભૂખ લાગે છે તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં પાણીની કમી છે. તેથી દિવસમાં 8 ગ્લાસ પાણી પીવો અને જમતી વખતે પણ થોડું પાણી પીવો.
હાઈ બ્લડ શુગર લેવલ
જો તમને જમ્યા પછી પણ ભૂખ લાગે છે, તો તે હાઈ બ્લડ શુગરની આડઅસર હોઈ શકે છે. જો તમે ડાયાબિટીસ અથવા પ્રી-ડાયાબિટીક છો, તો તમારા બ્લડ શુગરને નિયમિતપણે તપાસવું અને જાળવી રાખવું વધુ સારું છે.
ઝડપથી ખાવાની ટેવ
જો તમને ઝડપથી ખાવાની ખરાબ આદત હોય તો તેને જલદીથી છોડી દો. ખોરાકને મોંમાં સારી રીતે ચાવવો અને પછી તેને ગળાની નીચે ઉતારવો જોઈએ. જેના કારણે જમ્યા બાદ તરત જ ભૂખ લાગશે નહીં.
વધુ પડતી કસરત
જો તમે વધુ પડતી કસરત કરો છો તો તમારે વધુ કેલરી લેવાની જરૂર પડશે. આ સાથે પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાક પણ ખાવો પડશે. જો તમે યોગ્ય માત્રામાં કેલેરીનું સેવન નહીં કરો તો તમને ખાધા પછી પણ ભૂખ લાગશે અને શરીરમાં નબળાઈ પણ અનુભવાઈ શકે છે.
આ આદતો અપનાવો
- પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હેલ્ધી નાસ્તો કરો.
- દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
- બપોરના ભોજનમાં જરૂરી પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાઓ.
- ખોરાક ધીમે ધીમે ખાઓ અને સારી રીતે ચાવો.
- બિનજરૂરી તણાવ ન લો.
- બ્લડ શુગર લેવલ જાળવી રાખો.
- દરરોજ 8 કલાકની ઊંઘ લો.
- જ્યારે તમને ભૂખ લાગે ત્યારે હેલ્ધી નાસ્તો ખાઓ.








