મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ચોમાસામાં મચ્છરોનો આતંક વધ્યો, મચ્છજન્ય રોગથી  બચવા સ્વાસ્થ્યની આ રીતે રાખો ખાસ કાળજી

ચોમાસામાં મચ્છરોનો આતંક વધવા લાગે છે. તેની પાછળનું કારણ વરસાદ અને હવામાનમાં ફેરફારન

ચોમાસામાં મચ્છરોનો આતંક વધ્યો, મચ્છજન્ય રોગથી  બચવા સ્વાસ્થ્યની આ રીતે રાખો ખાસ કાળજી

ચોમાસામાં મચ્છરોનો આતંક વધવા લાગે છે. તેની પાછળનું કારણ વરસાદ અને હવામાનમાં ફેરફારને કારણે વિવિધ સ્થળોએ પાણીનો સંગ્રહ છે. તેથી મચ્છર એક જગ્યાએ એકઠા થયેલા પાણીમાં ઇંડા મૂકે છે અને મચ્છરોની સંખ્યા વધવા લાગે છે. તેથી આ ઋતુમાં ડેન્ગ્યુ જેવા મચ્છરો દ્વારા ફેલાતા રોગોનું જોખમ ઘણું વધારે રહે છે. ગુજરાતના ઘણા ભાગોમાંથી ડેન્ગ્યુના કેસ પણ જોવા અને સાંભળવા મળી રહ્યા છે.

હાલમાં જ ડેન્ગ્યુના કારણે પાંચ વર્ષના બાળકના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. તેથી સુરક્ષિત રહેવા માટે આ રોગ વિશે તમામ જરૂરી માહિતી હોવી જરૂરી છે. ત્યારે અહીં જાણો ડેન્ગ્યુના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, ડેન્ગ્યુ એ મચ્છરના કરડવાથી ફેલાતો રોગ છે, જે મોટે ભાગે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં થાય છે. આ એક વાયરલ ચેપ છે, જે મચ્છરની એડીસ પ્રજાતિ દ્વારા ફેલાય છે. આ સંક્રમિત મચ્છરોના કરડવાથી ડેન્ગ્યુના વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે આપણને ચેપ લાગે છે.

ડેન્ગ્યુના લક્ષણો શું છે?

  • તેજ તાવ
  • ગંભીર માથાનો દુખાવો
  • સ્નાયુઓ અને હાડકામાં દુખાવો
  • ત્વચા પર ફોલ્લીઓ
  • આંખનો દુખાવો
  • ઉબકા
  • પેટમાં દુખાવો અથવા ખેંચાણ
  • રક્તસ્ત્રાવ
  • થાક
  • ચીડિયાપણું
  • ગ્રંથીઓનો સોજો
  • નાક અથવા પેઢામાંથી લોહી આવવું
  • ત્વચાનો રંગ પીળો પડવો  અથવા ઠંડી ત્વચા
  • બેચેની
  • વારંવાર તરસ લાગે છે

ડેન્ગ્યુથી કેવી રીતે બચવું?

  1. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ડેન્ગ્યુના મચ્છર દિવસ દરમિયાન વધુ સક્રિય હોય છે. તેથી, દિવસ દરમિયાન પણ આ મચ્છરોથી સુરક્ષિત રહેવાની જરૂર છે.
  2. તેનાથી બચવા માટે ફુલ સ્લીવના કપડા પહેરો. મચ્છર મોટે ભાગે હાથ અને પગ પર કરડે છે. તેથી ફુલ સ્લીવના કપડાં પહેરવા જરૂરી છે.
  3. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. દિવસ દરમિયાન પણ મચ્છરદાનીમાં સૂઈ જાઓ, જેથી મચ્છરો દૂર રહે. 
  4. મચ્છર ભગાડનાર, કોઇલ અથવા વેપોરાઇઝરનો ઉપયોગ કરો, જેથી મચ્છર તમારા ઘરમાં ન આવે.
  5. બારીઓ અને દરવાજા પર જાળી રાખો, જેથી મચ્છર અને અન્ય જંતુઓ અંદર ન આવે.
  6. તમારા ઘરની આસપાસ પાણી જમા ન થવા દો, જેથી મચ્છર ઈંડા ન આપી શકે.
  7. તમારા ઘરના કુલરમાં પાણી બદલતા રહો, જેથી તેમાં મચ્છર ઈંડા ન મૂકે.
  8. દરરોજ પાણીના ડબ્બા સાફ કરો અને તેને ઢાંકીને રાખો.
  9. દર અઠવાડિયે પાણીની ટાંકી સાફ કરો.
  10. ઘરની આસપાસ કચરો એકઠો ન થવા દો અને ડસ્ટબીન પણ ઢાંકીને રાખો.
  11. જો ઘરમાં સ્વિમિંગ પૂલ હોય તો તેની નિયમિત સફાઈ પણ જરૂરી છે.

આ સમાચાર શેર કરો