મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

World Hepatitis Day / આ લક્ષણોથી થાય છે હેપેટાઇટિસની ઓળખ, જાણો તેનાથી બચવાના ઉપાય

શું તમે જાણો છો કે દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ (World Hepatitis Day) ઉજવવામાં આવે છે. ત

World Hepatitis Day / આ લક્ષણોથી થાય છે હેપેટાઇટિસની ઓળખ, જાણો તેનાથી બચવાના ઉપાય

શું તમે જાણો છો કે દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ (World Hepatitis Day) ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હેપેટાઇટિસ એ લીવર સાથે સંબંધિત સૌથી ગંભીર સમસ્યાઓમાંની એક છે. તે એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે, જે લીવરમાં સોજાનું કારણ બને છે.

જોકે આના ઘણા કારણો હોઈ શકે છે, આલ્કોહોલ, ટોક્સિન્સ અને ઓટોઈમ્યુન ડિસીઝ તેના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે. જો હેપેટાઇટિસની સમયસર સારવાર ન કરવામાં આવે તો, તે લીવર સિરોસિસ, લીવર ફેલ્યોર અથવા લીવર કેન્સર જેવી જીવલેણ પરિસ્થિતિઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં, હેપેટાઇટિસ સાથે સંબંધિત બધી મહત્ત્વપૂર્ણ બાબતો, જેમ કે તેના લક્ષણો, પ્રકારો અને નિવારણ પદ્ધતિઓ જાણવી જરૂરી છે. ચાલો આ વિશે જાણીએ.

હેપેટાઇટિસના લક્ષણો શું છે?

હેપેટાઇટિસના પ્રારંભિક લક્ષણો હળવા અથવા ક્યારેક દેખાતા પણ ન હોઈ શકે. જોકે, જ્યારે લક્ષણો દેખાવા લાગે છે, ત્યારે તે નીચે મુજબ હોઈ શકે છે:

  • થાક અને નબળાઈ
  • કમળો (ત્વચા અને આંખો પીળી પડવી)
  • પેટમાં દુખાવો, ખાસ કરીને ઉપરની જમણી બાજુ
  • ભૂખ ન લાગવી અને વજન ઘટવું
  • ઉબકા અને ઉલટી
  • ઘેરો પેશાબ અને આછા રંગનો મળ
  • તાવ
  • ત્વચામાં ખંજવાળ

હેપેટાઇટિસ કયા પ્રકારના હોય છે?

હેપેટાઇટિસના મુખ્યત્વે પાંચ પ્રકાર છે:

હેપેટાઇટિસ A (HAV)

  • તે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે.
  • તે સામાન્ય રીતે થોડા અઠવાડિયામાં મટી જાય છે અને ગંભીર નથી.
  • વેક્સિન દ્વારા તેને અટકાવી શકાય છે.

હેપેટાઇટિસ B (HBV)

  • આ બ્લડ ઇન્ફેકશન, ઇન્જેક્શન, અસુરક્ષિત સેક્સ અથવા બાળજન્મ દરમિયાન માતાથી બાળકમાં ફેલાય છે.
  • ક્રોનિક હેપેટાઇટિસ B લીવર સિરોસિસ અથવા કેન્સરનું કારણ બની શકે છે.
  • તેને રોકવા માટે પણ વેક્સિન ઉપલબ્ધ છે.

હેપેટાઇટિસ C (HCV)

  • આ ઇન્ફેકશનવાળા બ્લડના સંપર્ક દ્વારા ફેલાય છે, જેમ કે વપરાયેલ ઇન્જેક્શન અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન.
  • ઘણીવાર લક્ષણો દેખાતા નથી, પરંતુ જો તે લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો તે લીવરને નુકસાન પહોંચાડે છે.
  • તેની કોઈ વેક્સિન નથી, પરંતુ દવાઓથી સારવાર શક્ય છે.

હેપેટાઇટિસ D (HDV)

  • તે ફક્ત એવા લોકોને જ થાય છે જેઓ પહેલાથી જ હેપેટાઇટિસ Bથી સંક્રમિત છે.
  • તે લીવરના ગંભીર રોગનું કારણ બની શકે છે.

હેપેટાઇટિસ E (HEV)

  • તે દૂષિત પાણી પીવાથી ફેલાય છે.
  • તે ગર્ભવતી સ્ત્રીઓ માટે ખતરનાક બની શકે છે.

હેપેટાઇટિસથી બચવાના રસ્તાઓ

વેક્સિન - હેપેટાઇટિસ A અને B માટે વેક્સિન ઉપલબ્ધ છે. બાળકો અને જોખમ ધરાવતા પુખ્ત વયના લોકોએ આ વેક્સિન લેવી જ જોઈએ.

સ્વચ્છતાનું ધ્યાન રાખો - હંમેશા સ્વચ્છ પાણી પીવો અને સ્વચ્છ ખોરાક ખાઓ. ઉપરાંત, સાબુથી સારી રીતે હાથ ધોવા, ખાસ કરીને જમતા પહેલાં અને શૌચાલય ગયા પછી.

સુરક્ષિત સેક્સ - હેપેટાઇટિસ B અને C અસુરક્ષિત જાતીય સંપર્ક દ્વારા ફેલાય છે, તેથી પ્રોટેક્શનણનું ધ્યાન રાખો.

ઇન્ફેકટેડ બ્લડથી બચો- ડિસ્પોઝેબલ ઇન્જેક્શનનો ઉપયોગ કરો અને બીજા કોઈના રેઝર અથવા ટૂથબ્રશનો ઉપયોગ ન કરો.

દારૂ અને ડ્રગ્સથી દૂર રહો- દારૂ લીવરને નુકસાન પહોંચાડે છે, જે હેપેટાઇટિસનું જોખમ વધારે છે. ઉપરાંત, ડ્રગ્સ પણ લીવરને નુકસાન પહોંચાડે છે.

હેપેટાઇટિસ એક ગંભીર રોગ છે, પરંતુ યોગ્ય માહિતી અને સાવચેતી રાખીને તેનાથી બચી શકાય છે. જો લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. સ્વસ્થ જીવનશૈલી, વેક્સિન અને સ્વચ્છતાનું ધ્યાન રાખીને હેપેટાઇટિસનું જોખમ ઘટાડી શકાય છે.

આ સમાચાર શેર કરો