મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Bhai Dooj 2024 / લગ્ન પછી પહેલીવાર ઉજવી રહ્યા છો ભાઈ બીજનો તહેવાર, તો ન્યુ લુક માટે સ્ટાઇલ કરો થ્રી-પીસ સૂટ

સૂટ ઘણા પ્રસંગોએ પહેરવા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. પરંતુ, જો તમે સૂટમાં કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ,

Bhai Dooj 2024 / લગ્ન પછી પહેલીવાર ઉજવી રહ્યા છો ભાઈ બીજનો તહેવાર, તો ન્યુ લુક માટે સ્ટાઇલ કરો થ્રી-પીસ સૂટ

સૂટ ઘણા પ્રસંગોએ પહેરવા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. પરંતુ, જો તમે સૂટમાં કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ, તો તમે થ્રી-પીસ સૂટ પસંદ કરી શકો છો. અમે તમને થ્રી-પીસ સૂટની કેટલીક ડિઝાઇન બતાવી રહ્યા છીએ. જો તમે લગ્ન બાદ પહેલીવાર ભાઈ બીજનો તહેવાર ઉજવી રહ્યા છો તો પ્રસંગ પર તમે  થ્રી-પીસ સૂટ સ્ટાઇલ કરીને ન્યુ લુક મેળવી શકો છો.

આ પણ વાંચો: Fashion Tips / હેવી એમ્બ્રોઈડરીવાળા આઉટફિટને સ્ટાઇલ કરતી વખતે ન કરો આ ભૂલો, નહીં તો બગડી જશે તમારો લુક

એમ્બ્રોઇડરી વર્ક થ્રી-પીસ સૂટ

થ્રી-પીસ સૂટમાં તમે આવા ડાર્ક કલરનો સૂટ પસંદ કરી શકો છો જે ન્યુ લુક મેળવવા માટે બેસ્ટ છે. આ થ્રી-પીસ સૂટમાં સુંદર એમ્બ્રોઇડરી વર્ક પણ છે. તમે આ સૂટને 2,000થી 3,000 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો. આ સૂટ સાથે તમે મિરર વર્ક જ્વેલરી પહેરી શકો છો અને તમારા વાળને ઓપન રાખી શકો છો.

મિરર અને સિક્વિન વર્ક થ્રી-પીસ સૂટ

જો તમારે ભીડમાં અલગ દેખાવું હોય તો તમે આ પ્રકારનો મિરર અને સિક્વિન વર્ક થ્રી-પીસ સૂટ પસંદ કરી શકો છો જે ન્યુ લુક મેળવવા માટે શ્રેષ્ઠ છે. તમે આ મિરર અને સિક્વિન વર્ક ઓનલાઈન અથવા ઓફલાઈન 2,000થી 3,000માં રૂપિયામાં ખરીદી શકો છો. આ સૂટ સાથે તમે મિરર વર્ક જ્વેલરી તેમજ ફૂટવેરમાં મોજડી પહેરી શકો છો.

ફ્લોરલ પ્રિન્ટ થ્રી-પીસ સૂટ

જો તમારે સિમ્પલ લુક જોઈએ છે તો તમે આ પ્રકારના ફ્લોરલ પ્રિન્ટ થ્રી-પીસ સૂટને સ્ટાઇલ કરી શકો છો. તમે આ પ્રકારનો સૂટ ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી ખરીદી શકો છો. તમે આ પ્રકારનો સૂટ 2,000 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો. આ સૂટ સાથે તમે પર્લ વર્ક જ્વેલરીને સ્ટાઇલ કરી શકો છો અને તમે ફૂટવેરમાં હીલ્સ પહેરી શકો છો.

આ સમાચાર શેર કરો