મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે ટીબી, જાણો શું છે લક્ષણ

ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. આ વર્ષે અત્યાર સુધીમાં જ 1.11

શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે ટીબી, જાણો શું છે લક્ષણ

ગુજરાતમાં ટ્યુબરક્યુલોસિસ (TB)ની ઘાતકતા જાણે ઘટવાનું નામ જ લઈ રહી નથી. આ વર્ષે અત્યાર સુધીમાં જ 1.11 લાખથી વધુ ટીબીના કેસ નોંધાઈ ચૂક્યા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 380થી વધુ ટીબીના નવા કેસ સામે આવે છે. દેશમાં આ વર્ષે ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 5.35 લાખ સાથે મોખરે  છે. આ ઉપરાંત વર્ષ 2019થી 2023 દરમિયાન ટીબી સામે31,600 લોકોએ જીવ ગુમાવ્યો છે. ટીબીના કારણે દરરોજ સરેરાશ 16 વ્યક્તિના મૃત્યુ થાય છે. અહીં જાણો ટીબીના લક્ષણો, ઉપાય વિશે માહિતી...

ટીબી શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે

ડોક્ટરોના મતે, વાળ અને નખ સિવાય ટીબી શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે. પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટીબી કહેવાય છે. પલ્મોનરી ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે 90 ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે, તેના ચિહ્નોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે.

અંદાજે 25 ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જોવા મળે. ક્યારેક લોકોને ગળફામાં થોડું લોહી નીકળી શકે છે અને બહુ દુર્લભ કિસ્સામાં પલ્મોનરી આર્ટરીમાં ચેપ લાગતા ઘણું વધુ લોહી વહી શકે છે. ગંભીર ટીબીમાં ફેફસાંના ઉપલા ભાગને વધુ અસર થઈ શકે છે.

15થી 20 ટકા એક્ટિવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે. જેનાથી અન્ય પ્રકારનો ટીબી થાય છે, જેને એકસ્ટ્રાપલ્મોનરી ટીબી કહેવામાં આવે છે. આ પ્રકારનો ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. ટીબીના વધુ ગંભીર અને વ્યાપક પ્રકારને ડિસસેમિનેટેડ ટ્યુબરક્યુલોસિસ કહે છે જેને જે એકસ્ટ્રાપલ્મોનરી કેસીસમાં આશરે 10 ટકા છે.

ટીબીના લક્ષણો શું હોય છે

ટીબીના લક્ષણોમાં સખત ખાંસી, ગળફામાં લોહી નીકળવું, તાવ, રાત્રે ખૂબ પરસેવો થવો તથા વજનમાં ઘટાડો સામેલ છે. એચઆઇવી ધરાવતા લોકોમાં 50 ટકાથી વધુ લોકોમાં આ રોગ થાય છે.એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. 

ટીબીથી બચવા માટે આ ઉપાયો અપનાવી શકાય છે

  • બાળકોને જન્મના એક મહિનાની અંદર BCG રસી અપાવવી જોઈએ.
  • જો પરિવારના કોઈપણ સભ્યને ટીબી હોય તો તેમનાથી દૂર રહેવું જોઈએ.
  • જો તમને ટીબીના લક્ષણો દેખાય તો તરત જ તબીબી સહાય લેવી.
  • હાથ સાફ રાખો અને સમયાંતરે હાથ ધોવા.
  • તંદુરસ્ત આહાર લો અને નિયમિત રીતે યોગ કે કસરત કરો.
  • ખાંસી કે છીંકતી વખતે મોં અને નાક ઢાંકો. ટીશ્યુ પેપરનો ઉપયોગ કરો અને વપરાયેલ ટીશ્યુ પેપરને ડસ્ટબીનમાં ફેંકી દો.
  • ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરો.
  • જો તમને શંકા છે કે તમે ટીબીથી પીડિત છો, તો પરીક્ષણ કરાવો.
  • ટીબીથી પીડિત વ્યક્તિને સારવાર અનુસરવા પ્રોત્સાહિત કરો.

આ સમાચાર શેર કરો