મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

આખી રાત ACમાં સૂવાથી સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

જૂન મહિનો આવી ગયો છે પરંતુ ગરમી હજુ પણ ચરમસીમાએ છે. લોકો ઘરની બહાર નીકળતા જ પરસેવે રેબઝેબ થઈ જાય છે. આવી

આખી રાત ACમાં સૂવાથી સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

જૂન મહિનો આવી ગયો છે પરંતુ ગરમી હજુ પણ ચરમસીમાએ છે. લોકો ઘરની બહાર નીકળતા જ પરસેવે રેબઝેબ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે ACનો સહારો લે છે. તેનાથી તમને તરત જ  ઠંડક મળે છે અને પરસેવો સુકાઈ જાય છે. વધતી ગરમીના કારણે ઘરમાં આખી રાત AC ચાલુ રાખવાનું સામાન્ય બની ગયું છે. ઘણા લોકો એવા છે જેઓ AC વગર સૂઈ શકતા નથી. પરંતુ, શું તમે જાણો છો કે આખી રાત AC ચલાવીને સૂવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 

શરીરનું તાપમાન 4થી 5 વાગ્યાની વચ્ચે ઘટે છે. આવી સ્થિતિમાં, જો તમે આખી રાત AC ચાલુ રાખીને સૂઈ જાઓ છો, તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે આખી રાત AC ચલાવવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે?

માથાનો દુખાવો

જે લોકો 24 કલાક ACમાં રહેવાનું પસંદ કરે છે અથવા જેઓ આખી રાત ACની નીચે સૂતા હોય છે. તેમને માથાનો દુખાવો થઈ શકે છે. ACની સામે જ સૂવાથી, ACની સીધી હવા તમારા માથા ઉપર આવે છે. આવી સ્થિતિમાં, તમે માથાનો દુખાવો અને માથા ભારે થવાની સમસ્યા અનુભવી શકો છો.

શરીરનું તાપમાન ઓછું થઈ શકે છે

આખી રાત ACમાં સૂવાને કારણે તમારા શરીરનું તાપમાન ઘટી શકે છે. તેમજ ઠંડા તાપમાનમાં લાંબા સમય સુધી સૂવાથી તમારી પાચન તંત્ર પર ખરાબ અસર પડે છે.

ડિહાઇડ્રેશન થઈ શકે છે

આખી રાત ACમાં સૂવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. લાંબા સમય સુધી ઠંડા તાપમાનમાં રહેવાથી રૂમમાં ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને ગળું પણ સુકાવા લાગે છે. આ કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

શરદી થઈ શકે છે

આખી રાત ACમાં સૂવાને કારણે કેટલાક લોકોને શરદી અને ઉધરસ થઈ જાય છે. વાસ્તવમાં, તમારું શરીર રાત્રિના સમયે નિષ્ક્રિય હોય છે જેના કારણે તમને ઠંડી લાગી શકે છે.

સ્કિન ડ્રાય થઈ શકે છે

આખી રાત ACમાં સૂવાથી તમારી સ્કિન ડ્રાય થઈ શકે છે. ઠંડુ તાપમાન રૂમની હવાને શોષી લે છે. જેના કારણે સ્કિન ડ્રાય અને નિર્જીવ બની જાય છે.

આ સમાચાર શેર કરો