મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઓઈલી સ્કિન પર લાંબો સમય નથી ટકતો મેકઅપ? તો ફોલો કરો આ 5 ટિપ્સ

આજકાલ તમને માર્કેટમાં વિવિધ પ્રકારની મેકઅપ પ્રોડક્ટ્સ મળશે. જ્યારે પહેલાના સમયમાં અમુક મેકઅપ પ્રોડક્ટ્

ઓઈલી સ્કિન પર લાંબો સમય નથી ટકતો મેકઅપ? તો ફોલો કરો આ 5 ટિપ્સ

આજકાલ તમને માર્કેટમાં વિવિધ પ્રકારની મેકઅપ પ્રોડક્ટ્સ મળશે. જ્યારે પહેલાના સમયમાં અમુક મેકઅપ પ્રોડક્ટ્સ જ ઉપલબ્ધ હતી. પરંતુ આજકાલ સ્કિન ટાઈપ અનુસાર બજારમાં વિવિધ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જો તમે તમારા સ્કિન ટાઈપ પ્રમાણે મેકઅપ કરો છો તો તમારો લુક લાંબા સમય સુધી બગડતો નથી. 

ઓઈલી સ્કિનવાળા લોકોને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમના ચહેરા પર મેકઅપ યોગ્ય રીતે સેટ કરવામાં મુશ્કેલ આવે છે. મેકઅપ કર્યા બાદ પણ તે લાંબો સમય ટકતો નથી ત્યારે ઓઈલી સ્કિનવાળા લોકોને વારંવાર આ પ્રશ્ન થાય છે કે તેઓએ કયો મેકઅપ લગાવવો જોઈએ જે તેમની ત્વચા માટે યોગ્ય છે. મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદતી વખતે તમારે કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ કરીને તમારે તમારા સ્કિન ટોન અને ટાઈપ પ્રમાણે મેકઅપ ખરીદવો જોઈએ. 

ઓઈલી સ્કિન ધરાવતા લોકોએ મેકઅપ લગાવતા પહેલા સ્કિન કેર રૂટિનનું પાલન કરવું જોઈએ. જો તમારી સ્કિન પણ ઓઈલી છે તો તમે મેકઅપ કરતા પહેલા અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરી શકો છો. તેનાથી તમારો મેકઅપ લાંબો સમય સુધી ટકી રહેશે.

ફેસ વોશ

ઓઈલી સ્કિન ધરાવતા લોકો માટે જેલ આધારિત ફેસ વોશ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મેકઅપ લગાવતા પહેલા, તમારા ચહેરાને ફેસ વોશથી સાફ કરો. આનાથી તમારા ચહેરા પરથી વધારાનું તેલ નીકળી જશે અને તમારી ત્વચા પણ હળવી લાગશે.

ડીપ ક્લિનિંગ કરો

માત્ર ફેસ વોશથી તમારા ચહેરાને સાફ કરવાને બદલે તમે ડીપ ક્લિનિંગ કરી શકો છો. આ માટે ચહેરો ધોયા પછી ટોનરથી ચહેરો સાફ કરો. ચહેરાના ટોનિંગ માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. કોઈપણ પ્રકારની ત્વચા માટે ગુલાબજળ કરતા વધુ સારું ટોનર કોઈ નથી.

આઈસ મસાજ કરો

તમારા ચહેરાને ગુલાબજળથી સાફ કર્યા પછી, તમે આઈસ મસાજ કરી શકો છો. આ માટે, એક વાસણમાં પાણી લો, તેમાં બરફના ટુકડા ઉમેરો અને તમારા ચહેરાને ઓછામાં ઓછા 2થી 3 મિનિટ સુધી આ પાણીમાં ડુબાડી રાખો.

મોઈશ્ચરાઈઝ કરો

ઓઈલી સ્કિન પર તમે વોટર બેઝ્ડ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચામાં સારી રીતે ભળી જાય છે. આ સાથે, મેકઅપ કર્યા પછી ચહેરા પર  વધારાનું તેલ નહીં રહે.

ચહેરાને મસાજ કરો

મેકઅપ કરતા પહેલા ચહેરા પર હળવા હાથે મસાજ કરો. તેનાથી ચહેરાના લોહીનો પ્રવાહ વધશે અને ત્વચા હળવાશ અનુભવશે. આ પછી, મેકઅપ લગાવવાથી ચહેરો કુદરતી રીતે ચમકશે.

આ સમાચાર શેર કરો