મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે પણ ટમેટાનો ઉપયોગ કરો છો? તેનાથી થઈ શકે છે આ નુકસાન

ઉનાળામાં ધૂળ, પ્રદૂષણ અને પરસેવાના કારણે ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જેના માટે લોકો મોંઘા સ્

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે પણ ટમેટાનો ઉપયોગ કરો છો? તેનાથી થઈ શકે છે આ નુકસાન

ઉનાળામાં ધૂળ, પ્રદૂષણ અને પરસેવાના કારણે ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. જેના માટે લોકો મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જ્યારે કેટલાક લોકો ઘરેલું ઉપચાર અપનાવે છે. જેથી તેમનીસ્કિન ગ્લોઈંગ અને હેલ્ધી રહે. આવી પરિસ્થિતિઓમાં ઘણા લોકો દહીં, ચણાનો લોટ અને ટમેટા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. ટમેટામાં લાઈકોપીન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ત્વચા માટે એન્ટી ઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે. ત્વચા પર ટમેટાનો ઉપયોગ કરવાથી ચહેરાની ચમક જળવાઈ રહે છે. પરંતુ ઘણા કિસ્સામાં ટમેટાનો ઉપયોગ ત્વચાને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે.

જો તમે પણ વારંવાર તમારા ચહેરા પર ટમેટાનો ઉપયોગ કરો છો, તો તે તમારી ત્વચાને નુકસાન પણ પહોંચાડી શકે છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ડેમેજ હોય ​​તેમણે ભૂલથી પણ તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

ત્વચામાં બળતરા

ટમેટામાં થોડી માત્રામાં હિસ્ટામાઈન જોવા મળે છે, જે સોજો, બળતરા અથવા એલર્જીનું કારણ બની શકે છે. આ પ્રકારની સમસ્યા ફક્ત તે જ લોકોને થઈ શકે છે જેમને ટમેટાથી એલર્જી હોય છે.

ફોલ્લીઓની સમસ્યા

જો ટમેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ચહેરા પર ફોલ્લીઓ થઈ શકે છે. તેથી, તેને ચહેરા પર લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરાવવો જોઈએ. જેમાં તમે તેને તમારા હાથ પર ત્મેતાની પેસ્ટ લગાવીને જોઈ શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે ચહેરા અને હાથની ત્વચામાં તફાવત છે, તેથી શરૂઆતમાં ચહેરા પર થોડી માત્રામાં જ ટમેટા લગાવો.

આંખ અને હોઠ પર બળતરા

જો તમે ચહેરા પર ટમેટાનો ઉપયોગ કરો છો, તો તમારે તેને આંખો અને હોઠની આસપાસ ન લગાવવા જોઈએ. આમ કરવાથી આંખો અને હોઠની પાસે બળતરા અને સોજા આવવા જેવી સમસ્યા થઈ શકે છે.

પીએચ લેવલ

ટમેટા દરેકની ત્વચાને સૂટ કરતા નથી. આવી સ્થિતિમાં, જો તમારી ત્વચાનું પીએચ લેવલ પહેલાથી જ યોગ્ય નથી, તો તમારે ટમેટાનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. આ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ત્વચા ડ્રાય થઈ શકે છે તેમજ બળતરા પણ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો