મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ચોમાસાની ઋતુમાં ધોધની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ઈગ્નોર ન કરો આ સેફટી ટિપ્સ

ધોધ જોવાની ખરી મજા તો ચોમાસામાં જ આવે છે. વરસાદના પાણીની મદદથી માત્ર ધોધનો પ્રવાહ જ નથી વધતો, પરંતુ તેની સ

ચોમાસાની ઋતુમાં ધોધની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ઈગ્નોર ન કરો આ સેફટી ટિપ્સ

ધોધ જોવાની ખરી મજા તો ચોમાસામાં જ આવે છે. વરસાદના પાણીની મદદથી માત્ર ધોધનો પ્રવાહ જ નથી વધતો, પરંતુ તેની સુંદરતામાં પણ વધારો થાય છે, પરંતુ આ સિઝનમાં ધોધની મુલાકાત લેવી થોડી જોખમી બની શકે છે. તેથી, આ સિઝનમાં સેફટી ટિપ્સને અવગણવાની ભૂલ ન કરો, ખાસ કરીને જો તમે પરિવાર સાથે જઈ રહ્યા હોવ.

આજકાલ, મોટાભાગના લોકો મુસાફરી રીલ બનાવવા અને ફોટા ક્લિક કરવા માટે જ કરતા હોય તેવું લાગે છે, રીલ અને ફોટોના ચક્કરમાં લોકો પોતાનો જીવ પણ દાવ પર લગાવી રહ્યા છે. મુસાફરીનો અર્થ છે મૂડફ્રેશ કરવો અને અલગ અલગ જગ્યાઓ વિશે જાણવું, તેથી ફોન બાજુ પર રાખો અને મુસાફરીનો આનંદ લો. ચાલો જાણીએ કે જો તમે ધોધની મુલાકત લેવા જઈ રહ્યા હોવ તો કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

રૂટ ફોલો કરો

એડવેન્ચરની શોધમાં, ઘણી વખત લોકો પોતાના રૂટથી ભટકી જાય છે અને નવો માર્ગ અપનાવે છે, જે જોખમી હોઈ શકે છે. તમારા પરિવાર સાથે આવા સાહસનો પ્રયાસ પણ કરશો નહીં.

પથ્થરો પર જવાનું ટાળો

ધોધની આસપાસ મોટા મોટા પથ્થરો હોય છે. સતત વરસાદને કારણે તે લપસણા થઈ જાય છે અને જ્યારે લોકો તેમના પર ચડીને ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે ઘણી વખત લોકો અકસ્માતનો ભોગ બને છે, તેથી આવું કરવાનું ટાળો.

ઝરણાના પાણીમાં સ્નાન ન કરો

ધોધની નીચે ઉભા રહીને નહાવાનો એક અલગ જ આનંદ છે, પરંતુ ચોમાસામાં આવું કરવું જોખમી બની શકે છે. વરસાદને કારણે પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થાય છે. જો તમે સ્વિમિંગ નથી જાણતા તો પાણીમાં ઉતરવાની ભૂલ બિલકુલ ન કરો.

રાત્રે ધોધ પાસે ન જાઓ

મિત્રો સાથે એડવેન્ચર કરવા માટે એવો સમય પસંદન કરો જે તમને મુશ્કેલીમાં મૂકી શકે. ધોધની મુલાકાત લેવા માટે રાત્રિનો સમય બિલકુલ યોગ્ય નથી. મોટાભાગના ધોધ સુધી પહોંચવા માટે જંગલોમાંથી પસાર થવું પડે છે, આવી સ્થિતિમાં રાત્રિના સમયે જંગલી પ્રાણીઓના હુમલાનું જોખમ વધી જાય છે.

આ સમાચાર શેર કરો