જુલાઈ મહિનામાં પાર્ટનર સાથે ફરવા જવું છે? તો બેસ્ટ રહેશે ભારતના 4 રોમેન્ટિક સ્થળો
જો તમે જુલાઈના વરસાદમાં તમારા પાર્ટનર સાથે ફરવા માટે કોઈ સુંદર અને રોમેન્ટિક જગ્યા શોધી રહ્યા છો, તો અમે

જો તમે જુલાઈના વરસાદમાં તમારા પાર્ટનર સાથે ફરવા માટે કોઈ સુંદર અને રોમેન્ટિક જગ્યા શોધી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલાક વિકલ્પો લઈને આવ્યા છીએ. ભારતમાં ઘણી સુંદર જગ્યાઓ છે જે આ મહિનામાં વધુ ખીલે છે. આ સ્થળોની મુલાકાત લેવા માટે લોકો જુલાઈ મહિનાની રાહ જુએ છે. આ સ્થળોની મુલાકાત લઈને તમને અલગ જ શાંતિનો અનુભવ થશે.
શિમલા
શિમલા તેના લીલાછમ પર્વતો, શાંતિપૂર્ણ વાતાવરણ અને સુંદર દૃશ્યો માટે જાણીતું છે. જુલાઈમાં અહીંનું હવામાન સુખદ હોય છે, જે રોમેન્ટિક વોક અને પિકનિક માટે યોગ્ય છે. તમે મોલ રોડ પર ફરી શકો છો, અને આ શહેરની સુંદરતા જોઈ શકો છો, આ સિવાય કુફરી અથવા નાલદેહરા જેવા નજીકના હિલ સ્ટેશનોની મુલાકાત લઈ શકો છો.
નૈનીતાલ
નૈનીતાલ ઉત્તરાખંડમાં સ્થિત એક સુંદર હિલ સ્ટેશન છે, જે તેના શાંત તળાવો અને આકર્ષક નજારાઓ માટે પ્રખ્યાત છે. જુલાઈમાં અહીંનું હવામાન થોડું ઠંડું હોય છે, જે રોમેન્ટિક ઈવનિંગ માટે યોગ્ય છે. અહીં તમે નૌકાવિહારનો આનંદ માણી શકો છો, તળાવના કિનારે લટાર મારી શકો છો અથવા ટિફિન ટોપ પરથી મનોહર દૃશ્ય મેળવી શકો છો.
કુમારકોમ
કુમારકોમ તેના શાંત બેકવોટર, લીલાછમ નારિયેળના ઝાડ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. જુલાઈમાં અહીંનું હવામાન ચોમાસાને કારણે થોડું ભેજવાળું હોય છે, પરંતુ રોમેન્ટિક બોટ ટ્રિપ માટે આ યોગ્ય સમય છે. તમે હાઉસબોટમાં રહીને અને કુમારકોમ પક્ષી અભયારણ્યમાં પક્ષીને જોઈને અહીંનોઆનંદ માણી શકો છો.
ગોવા
ગોવા તેના બિચ, વાઈબ્રન્ટ નાઈટલાઈફ અને પોર્ટુગીઝ સંસ્કૃતિ માટે જાણીતું છે. જુલાઈમાં અહીંનું હવામાન ચોમાસાને કારણે થોડું ભેજવાળું હોય છે, પરંતુ સર્ફિંગ અને વોટર સ્પોર્ટ્સ માટે આ યોગ્ય સમય છે. આ ઉપરાંત તમે બીચ પર આરામ કરી શકો છો, નાઈટ ક્લબમાં પાર્ટી કરી શકો છો અથવા જૂના ચર્ચ અને કિલ્લાઓની મુલાકાત લઈ શકો છો.








