મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : તમારા ઘરે જ બનાવો મૂળાના પરોઠા, આ ટ્રિક ફોલો કરશો તો એકપણ પરોઠા નહીં ફાટે

શિયાળો આવતા જ ઘરોમાં અલગ-અલગ પ્રકારના પરાઠા બનવા લાગે છે. શિયાળામાં લોકો ખાસ કરીને બથુઆ, મેથી, કોબી અને મૂળાના પરાઠા ખાય છે

Recipe : તમારા ઘરે જ બનાવો મૂળાના પરોઠા, આ ટ્રિક ફોલો કરશો તો એકપણ પરોઠા નહીં ફાટે

શિયાળો આવતા જ ઘરોમાં અલગ-અલગ પ્રકારના પરાઠા બનવા લાગે છે. શિયાળામાં લોકો ખાસ કરીને બથુઆ, મેથી, કોબી અને મૂળાના પરાઠા ખાય છે. મૂળાના પરાઠા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે, તેટલા જ તેને બનાવવું પણ મુશ્કેલ લાગે છે. મૂળાના પરાઠાને વણતી વખતે બાજુમાંથી સ્ટફિંગ બહાર આવે છે. તેથી જ લોકો મૂળાના પરાઠા ઓછા બનાવે છે. આજે તમને મૂળાના પરાઠા બનાવવાની ખૂબ જ સરળ ટ્રિક જણાવી રહ્યા છીએ. તેનાથી તમે સરળતાથી મૂળાના પરાઠા બનાવીને ખાઈ શકો છો. આ રીતે મૂળાના પરાઠા ક્યારેય ફાટે નહીં અને એકદમ ગોળ પરાઠા બની જશે. જાણો મૂળાના પરાઠા બનાવવાની રેસિપી.

આ પણ વાંચો : Recipe : શિયાળામાં આ સિક્રેટ ટિપ્સથી બનાવો સીંગદાણા-ગોળની ચિક્કી, એકવાર ખાશો તો  ભૂલી જશો બજારનો સ્વાદ

મૂળી પરાઠા બનાવવાની રેસીપી

સ્ટેપ 1- સૌ પ્રથમ મૂળાને છોલીને છીણી લો. હવે હાથ વડે દબાવીને મૂળામાંથી પાણી કાઢી લો. એક કડાઈમાં 1 ચમચી સરસવનું તેલ નાખીને ગરમ કરો. તેલમાં જીરું, હિંગ અને થોડી ચપટી હળદર ઉમેરો. હવે તેમાં છીણેલા મૂળા, મીઠું, ધાણા પાવડર, લીલું મરચું અને બારીક સમારેલી લીલા ધાણા, લાલ મરચું ઉમેરીને મસાલેદાર સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ 2- મૂળાના પરાઠા બનાવવા માટે ઘઉંનો લોટ ગૂંથી લો અને લોટને થોડો સમય સેટ થવા માટે રાખો. લોટમાં થોડું મીઠું જરૂર નાખો. હવે લોટમાંથી 1 નાનો બોલ લો અને તેને પાતળી રોટલી બનાવી લો. આ રોટલી બાજુ પર રાખો. ધ્યાન રાખો કે રોટલી એકદમ પાતળી અને થોડી નાની હોવી જોઈએ. એ જ રીતે બીજી રોટલી પણ પાથરી લો.

સ્ટેપ 3- હવે તૈયાર કરેલા મૂળાને રોટલી પર મૂકો. તમે તમારી પસંદગી મુજબ વધુ કે ઓછું સ્ટફિંગ રાખી શકો છો. હવે બીજી રોટલી જે તૈયાર કરવામાં આવી હતી તેને ઉપર પાથરી દો. ધારને તમારા હાથથી દબાવીને બંધ કરો. હવે સૂકો લોટ લગાવો બંને રોટલીને પાથરીને થોડી મોટી કરો. 

ચોથું સ્ટેપ- મૂળાના પરોઠાને તવા પર મૂકો, બંને બાજુ ઘી લગાવો અને સોનેરી થાય ત્યાં સુધી  કરો. બધા જ મૂળાના પરાઠા બનાવો. આ ટ્રીકથી મૂળાના પરાઠા ક્યારેય ફૂટશે નહીં અને ખૂબ મોટા થઈ જશે. તૈયાર મૂળાના પરાઠાને ચટણી અથવા સોસ સાથે ખાઓ.

આ સમાચાર શેર કરો