Recipe / વીકએન્ડ પર ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ અફઘાની પનીર, બહાર જવાની જરૂર નહીં પડે
વીકએન્ડમાં મોટાભાગના લોકો બહાર લંચ કે ડિનર કરવાનું પ્લાન કરે છે. જો કોઈ કારણસર તમે આવો પ્લાન ન બનાવી શકો તો ઘ

વીકએન્ડમાં મોટાભાગના લોકો બહાર લંચ કે ડિનર કરવાનું પ્લાન કરે છે. જો કોઈ કારણસર તમે આવો પ્લાન ન બનાવી શકો તો ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલની કેટલીક વાનગીઓ તૈયાર કરો. તમે પનીર, શાહી પનીર, મટર પનીર વગેરે વાનગી ચાખી હશે. આ સિવાય રેસ્ટોરન્ટ અફઘાની પનીર પણ મળે છે, કદાચ તમે તે ખાધું પણ હશે. આજે અમે તમને તેની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે રેસ્ટોરન્ટ ન જઈ શકો તો પણ ઘરે આ વાનગી સરળતાથી બનાવી શકો.
સામગ્રી
- પનીર
- કાળા મરીનો પાવડર
- મીઠું
- આદુ-લસણની પેસ્ટ
- કોથમરી
- ડુંગળી (સમારેલી)
- લસણ (સમારેલું)
- આદુ (સમારેલું)
- લીલા મરચા (સમારેલા)
- દહીં
- તેલ
- મેથીના દાણા
- કાજુ
- આખા મસાલા - લવિંગ, કાળા મરી, તમાલપત્ર
બનાવવાની રીત
- સૌ પ્રથમ પનીરને મેરીનેટ કરો. આ માટે પનીરના ટુકડા કરી તેમાં મીઠું, કાળા મરીનો પાઉડર, આદુ-લસણની પેસ્ટ, ધાણાજીરું અને તેલ નાખીને મિક્સ કરો.
- હવે પનીરને થોડો સમય માટે બાજુ પર રાખો. હવે ગેસ પર એક પેન મૂકો અને તેમાં તેલ ઉમેરો અને ગરમ થવા દો.
- ગરમ તેલમાં ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચા નાખીને સાંતળી લો.
- આ પછી તેમાં કાજુ નાખીને આ મસાલાને સારી રીતે પકાવો.
- જ્યારે બધું નરમ અને સોનેરી થઈ જાય, ત્યારે તેને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દો.
- આ પછી ડુંગળી અને કાજુના મિશ્રણને મિક્સરમાં નાખીને સારી રીતે પીસી લો.
- પીસ્યા પછી તેમાં દહીં ઉમેરીને ફરી એકવાર પીસી લો.
- હવે બીજા પેનમાં થોડું તેલ લગાવો. ગરમ કર્યા પછી મેરીનેટ કરેલા પનીરને પેનમાં નાખીને શેકી લો.
- પનીરને લગભગ 3-4 મિનિટ સુધી પકાવો.
- ગ્રેવી બનાવવા માટે એક કડાઈ લો અને તેમાં 2 ચમચી તેલ નાખીને ગરમ કરો.
- આ પછી તેમાં આખા મસાલા જેવા કે કાળા મરી, લવિંગ અને તમાલપત્ર નાખો.
- આ પછી, ડુંગળી અને કાજુનું મિશ્રણ ઉમેરો અને 2-3 મિનિટ માટે પકાવો.
- આ ગ્રેવીમાં મીઠું, જીરું પાવડર અને ધાણા પાવડર ઉમેરો અને મિક્સ કરો.
- હવે પનીર ઉમેરો અને 1 મિનિટ પકાવો.
- અફઘાની પનીર તૈયાર છે. તેને રોટલી અથવા લચ્છા પરાઠા સાથે સર્વ કરો.




