મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

વરસાદ દરમિયાન જોખમી છે આ સ્થળોએ જવું, ચોમાસામાં ન બનાવો અહીં ફરવાનો પ્લાન

ચોમાસાના આગમન સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પરંતુ ચોમાસુ તેની સાથે અનેક સમસ્યાઓ પણ લઈને આવે છે. દેશના મોટાભાગના

વરસાદ દરમિયાન જોખમી છે આ સ્થળોએ જવું, ચોમાસામાં ન બનાવો અહીં ફરવાનો પ્લાન

ચોમાસાના આગમન સાથે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પરંતુ ચોમાસુ તેની સાથે અનેક સમસ્યાઓ પણ લઈને આવે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદને રોમાંસની સિઝન પણ માનવામાં આવે છે, તેથી જ ઘણા લોકો ક્યાંક ફરવાનો પ્લાન બનાવે છે. વરસાદને કારણે વાતાવરણ ખૂબ જ ખુશનુમા બની જાય છે. પરંતુ આ સાથે, કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં તમારે આ દિવસોમાં જવાનું ટાળવું જોઈએ. ભારતમાં કેટલાક સ્થળો ચોમાસા દરમિયાન અત્યંત જોખમી બની જાય છે, ત્યાં દરરોજ ભૂસ્ખલન અને પૂર જેવી આફતોનો ભય રહે છે. આવી સ્થિતિમાં, તમારે ચોમાસામાં ભારતના આ સ્થળોની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ.

ચોમાસામાં ભારે વરસાદને કારણે મોટાભાગની જગ્યાઓ પર પાણી ભરાઈ જાય છે, જેના કારણે તમારી સફરની મજા બગડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે વીજ પુરવઠો પણ કેટલાય દિવસો સુધી બંધ રહે છે. એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં વરસાદની ઋતુમાં જવું જોખમથી ઓછું નથી. ચાલો જાણીએ ભારતના એવા સ્થળો વિશે જ્યાં તમારે ચોમાસામાં ન જવું જોઈએ.

આંબોલી

અંબોલી મહારાષ્ટ્રનું એક હિલ સ્ટેશન છે જે સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ વરસાદ માટે જાણીતું છે. ભારે વરસાદને કારણે આ હિલ સ્ટેશન ગાઢ જંગલો, ઊંચા પહાડો અને ઘણા ધોધ અને ખીણોથી ઘેરાયેલું છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અહીં સૌથી વધુ વરસાદ પડે છે, તેથી આ સમય દરમિયાન અહીં જવાની ભૂલ ન કરો.

ચેરાપુંજી

ચેરાપુંજી એ ખૂબ જ ભેજવાળી જગ્યા છે, ખાસ કરીને વરસાદના દિવસોમાં ભેજ વધી જાય છે. આ જ કારણ છે કે તમારે ચોમાસા દરમિયાન ચેરાપુંજી ન આવવું જોઈએ. જુલાઈ મહિનામાં વધતી જતા ભેજને કારણે, તમારી હાલત ખરાબ થઈ શકે છે, તેથી ચોમાસાના દિવસોમાં ચેરાપુંજી ન જાવ.

ઓડિશા

ઓડિશાને સૌથી વધુ પૂર પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે, અહીં ચોમાસાના દિવસોમાં જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ભારે વરસાદને કારણે અહી વારંવાર વીજ પુરવઠાની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં, જો તમે ચોમાસા દરમિયાન ઓડિશા આવો છો, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ તેની સુંદર ખીણો માટે પ્રખ્યાત છે પરંતુ વરસાદની મોસમ દરમિયાન તમને અહીં ઘણા ભયાનક દ્રશ્યો જોવા મળશે. ચોમાસા દરમિયાન, તમે વારંવાર ઉત્તરાખંડમાંથી વાદળ ફાટવાના સમાચાર સાંભળી શકો છો, તેથી આ સમય દરમિયાન અહીં જવાની ભૂલ ન કરો.

આ સમાચાર શેર કરો