Summer Vacation / ઉનાળામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો અરુણાચલ પ્રદેશની આ 5 જગ્યાઓ એક્સપ્લોર કરો
અરુણાચલ પ્રદેશ ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આપણા દેશમાં સૌથી પહેલા સૂર્ય અહીં ઉગે છે. આ જ કારણ છે કે તે

અરુણાચલ પ્રદેશ ખૂબ જ સુંદર અને રમણીય સ્થળ છે. આપણા દેશમાં સૌથી પહેલા સૂર્ય અહીં ઉગે છે. આ જ કારણ છે કે તેને ઉગતા સૂર્યની ભૂમિ કહેવામાં આવે છે. આ સ્થળની સુંદરતા અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ભારતના જ નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓ પણ દર વર્ષે અહીં ફરવા આવે છે. શિયાળા દરમિયાન અહીંનું તાપમાન માઈનસ ડિગ્રીમાં હોય છે. જો કે ઉનાળામાં અહીંનો નજારો ખૂબ જ રોમાંચક અને સુંદર હોય છે. જો તમે પણ ઉનાળામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો પહેલા જાણી લો અરુણાચલ પ્રદેશના કયા સ્થળોની મુલાકાત લેવી તમારા માટે રોમાંચક રહેશે.
તવાંગ મઠ
તવાંગ મઠ એ ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે. આ મઠ તવાંગ યુદ્ધ સ્મારક તરીકે સ્થાપિત થયેલ છે, જે 40 ફૂટનું માળખું છે. તે તવાંગ નદીની ખીણમાં સ્થિત એક નાનકડા શહેર તવાંગ નજીક આવેલો છે, આ મઠ બૌદ્ધ તીર્થયાત્રીઓ સિવાય તમામ વર્ગના લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
બમ લા પાસ
તે ભારતના અરુણાચલ પ્રદેશ અને તિબેટના લહોખા વિભાગની વચ્ચે હિમાલય પર્વતમાળાનો એક પર્વત માર્ગ છે. તવાંગ શહેરથી 37 કિલોમીટર દૂર દરિયાની સપાટીથી 15200 ફૂટની ઊંચાઈ પર આવેલું આ ખૂબ જ મનોહર સ્થળ છે. આ સ્થળ ત્રિકોણાકાર ટેકરીઓ વચ્ચે આવેલું છે. અહીં એક વખત તિબેટથી આવેલા દલાઈ લામાએ આશરો લીધો હતો. અહીં ઘણા બૌદ્ધ મઠ છે.
સેલા પાસ
સેલા પાસ પશ્ચિમ કામેંગ જિલ્લા અને તવાંગને જોડતો એકમાત્ર રસ્તો છે. તે તિબેટીયન બૌદ્ધ ધર્મમાં એક પવિત્ર યાત્રાધામ છે. બૌદ્ધોનું માનવું છે કે અહીં 101 પવિત્ર તળાવો છે. સેલા પાસ પણ ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે.
નૂરાનાંગ વોટર ફોલ
નૂરાનાંગ વોટર ફોલને બોંગ બોંગ વોટર ફોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આપણા દેશના સૌથી સુંદર વોટર ફોલ્સમાંથી એક છે. અહીં 100 મીટરની ઉંચાઈથી પાણી પડે છે, જેને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો.
સેંગેસ્ટર લેક
આ તળાવ પ્રવાસીઓની પહેલી પસંદ છે, તેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ અહીં આવે છે. કાચ જેવું સ્વચ્છ પાણી અને આકાશમાં ઘેરા વાદળો જોવા જેવું દ્રશ્ય જોય છે. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે.








