મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

બાળકો સાથે ચેન્નાઈના પ્રવાસે જઈ રહ્યા છો, તો ચોક્કસપણે એક્સપ્લોર કરો આ જગ્યાઓ

એક સમયે મદ્રાસ તરીકે ઓળખાતું ચેન્નાઈ સંસ્કૃતિથી ભરેલું શહેર છે. જો તમે દક્ષિણ ભારતની મુલાકાત લેવાનું નક્કી કર્યું હોય

બાળકો સાથે ચેન્નાઈના પ્રવાસે જઈ રહ્યા છો, તો ચોક્કસપણે એક્સપ્લોર કરો આ જગ્યાઓ

એક સમયે મદ્રાસ તરીકે ઓળખાતું ચેન્નાઈ સંસ્કૃતિથી ભરેલું શહેર છે. જો તમે દક્ષિણ ભારતની મુલાકાત લેવાનું નક્કી કર્યું હોય તો તમે ચેન્નાઈને તમારી બકેટ લિસ્ટમાં રાખી શકો છો. તમે એકલા, મિત્રો સાથે અથવા પરિવાર સાથે ફરવા જઈ શકો છો. આ એક એવું શહેર છે જ્યાં તમને જોવા અને ફરવા માટે ઘણું બધું મળે છે.

દક્ષિણ એશિયાની સૌથી મોટી લાઇબ્રેરી અને વિશ્વનો બીજો સૌથી લાંબો બીચ અહીં સ્થિત છે. તે વિશ્વના 50 સૌથી મોટા શહેરી કેન્દ્રોમાંનું એક છે. તેને ભારતની સાંસ્કૃતિક રાજધાની પણ કહેવામાં આવે છે. ચેન્નાઈને દક્ષિણ ભારતનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. જો તમે અહીં બાળકો સાથે જઈ રહ્યા છો તો તમે ઘણી રોમાંચક જગ્યાઓ જોઈ શકો છો. પ્રાણી સંગ્રહાલયથી લઈને શોપિંગ સેન્ટરો સુધી, એવી ઘણી જગ્યાઓ છે જે બાળકોને ગમશે. તેથી, આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે બાળકો સાથે એક્સપ્લોર કરી શકો છો.

ગિન્ડી નેશનલ પાર્ક

જો તમે બાળકો સાથે ચેન્નાઈ જવાના હોવ તો તમારે આ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ રાષ્ટ્રીય ઉદ્યાન વિવિધ પ્રાણીઓ અને છોડનું ઘર છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે અહીં બાળકો સાથે જશો, ત્યારે બાળકો ન માત્ર પ્રકૃતિ સાથે વધુ જોડાયેલા અનુભવે છે, પરંતુ તેમને ઘણી નવી અને ખૂબ જ રસપ્રદ માહિતી પણ મળશે. આ રાષ્ટ્રીય ઉદ્યાન સવારે 9થી સાંજના 5:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીં બાળકો સાથે પિકનિકનો આનંદ માણી શકાય છે અથવા નેચર વોક પણ સારો વિચાર છે.

કોવલોંગ બીચ

કોવલોંગ બીચ ચેન્નાઈથી થોડાક અંતરે આવેલો છે. તમે બાળકો સાથે ચેન્નાઈ જઈ રહ્યા હોવ તો તમારે કોવલોંગ બીચની મુલાકાત લેવી જ જોઈએ. તે વિશ્વના સૌથી સુંદર બીચમાંથી એક માનવામાં આવે છે. જો તમે બાળકો સાથે બીચ પર જાવ છો, તો તમે તેમની સાથે કેટલીક રમતો રમી શકો છો અથવા વોટર સ્પોર્ટ્સનો આનંદ પણ લઈ શકો છો. જો તમે માછલી પકડવાના શોખીન છો તો તમે અહીં માછલી પણ પકડી શકો છો.

અરિગ્નાર અન્ના ઝૂલોજિકલ પાર્ક

અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્ક ચેન્નાઈના લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કને વંદલુર ઝૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ચેન્નાઈના દક્ષિણ-પશ્ચિમમાં તમિલનાડુના વંદલુરમાં આવેલું છે. જો તમે વન્યજીવ પ્રેમી છો અથવા બાળકોને પ્રકૃતિ વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપવા માંગો છો, તો તમારે તેમની સાથે આ પ્રાણી ઉદ્યાનની મુલાકાત લેવી જોઈએ. અહીં પ્રાણીઓની 170થી વધુ પ્રજાતિઓ જોઈને બાળકો ચોક્કસપણે ખુશ થઈ જશે.

સાયન્સ સિટી

જો તમારા બાળકને વિજ્ઞાનમાં રસ હોય, તો તમારે તમારા બાળક સાથે સાયન્સ સિટીની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિકો અને એક્સપ્લોરર માટે તે એક ઉત્તમ સ્થળ છે. અહીં તમે પ્રદર્શનો, પ્લેનેટોરિયમ અને સાયન્સ શો વગેરે જોઈ શકો છો. સાયન્સ સિટી ચેન્નાઈના કોટ્ટુરપુરમમાં આવેલ છે.

આ સમાચાર શેર કરો