મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / બાળકોને ટિફિનમાં આપવામાં માટે સારો વિકલ્પ છે પનીર ડોનટ્સ, નોટ કરી લો બનાવવાની રીત

દિવાળીના વેકેશન પછી કેટલાક બાળકોની શાળાઓ ફરી ખુલી ગઈ છે અને કેટલાકની હવે ખુલવાની છે. આવી સ્થિતિમાં તેમ

Recipe / બાળકોને ટિફિનમાં આપવામાં માટે સારો વિકલ્પ છે પનીર ડોનટ્સ, નોટ કરી લો બનાવવાની રીત

દિવાળીના વેકેશન પછી કેટલાક બાળકોની શાળાઓ ફરી ખુલી ગઈ છે અને કેટલાકની હવે ખુલવાની છે. આવી સ્થિતિમાં તેમને ટિફિનમાં કંઈક નવું અને સ્વાદિષ્ટ આપવાની માંગ પણ શરૂ થઈ ગઈ છે. આના કારણે માતાઓ માટે એવી વાનગી શોધવાનું વધુ મુશ્કેલ બને છે જે ફક્ત ટેસ્ટી જ નહીં, પરંતુ હેલ્ધી પણ હોય.

તમારી આ સમસ્યાને દૂર કરવા આજે અમે તમારા માટે પનીર ડોનટ્સની રેસીપી લાવ્યા છીએ. તે બનાવવામાં સરળ અને પ્રોટીનથી ભરપૂર છે. ત્મ્નારા બાળકોને પણ તે પસંદ આવશે. ચાલો તેને બનાવવાની રીત જણાવી દઈએ.

સામગ્રી

  • 200 ગ્રામ પનીર
  • 2 બાફેલા બટાકા
  • 1/2 કપ પોહા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ચિલી ફ્લેક્સ
  • 1 ચમચી ઓરેગાનો
  • પાણી
  • ઘઉંનો લોટ
  • બ્રેડક્રમ્સ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ, પોહાને સારી રીતે ધોઈ લો અને તેમાંથી સંપૂર્ણપણે પાણીથી નિતારી લો. તેને 5 મિનિટ સુધી બાજુમાં રાખી દો.
  • હવે એક મોટા બાઉલમાં બાફેલા બટાકા છીણી લો.
  • હવે તે જ બાઉલમાં પનીરને પણ છીણી લો.
  • ત્યારબાદ પલાળેલા પોહાને પનીર અને બટાકામાં ઉમેરો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો અને મિક્સ કરો.
  • હવે એક પ્લેટમાં ઘઉંના લોટની સ્લરી તૈયાર કરો. આ માટે લોટમાં પાણી અને થોડું મીઠું ઉમેરો અને પાતળું બેટર બનાવો.
  • અન્ય એક પ્લેટમાં બ્રેડક્રમ્સ કાઢી લો.
  • હવે તૈયાર મિશ્રણને તમારા હાથમાં લો અને તેણે ડોનટનો આકાર આપો.
  • હવે આ ડોનટને ઘઉંના લોટના બેટરમાં બોળી અને પછી બ્રેડક્રમ્સથી કોટ કરી લો.
  • હવે નોનસ્ટીકમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ડોનટ્સને તેના પર બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો, તમે ઈચ્છો તો તેને તળી પણ શકો છો.
  • જો તમારી પાસે ઘરે એર ફ્રાયર હોય, તો ડોનટ્સ પર તેલ લાગવી તેમાંમૂકો.
  • તૈયાર છે તમારા ટેસ્ટી અને હેલ્ધી પનીર ડોનટ્સ.
  • બાળકો ટિફિનમાં પનીર ડોનટ્સ જોઈને ખુશ થઈ જશે.

આ સમાચાર શેર કરો