મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / આ સરળ રીતે ઘરે બનાવો મુંબઈના પ્રખ્યાત 'મસાલા પાવ', નાસ્તા માટે છે બેસ્ટ ઓપ્શન

મુંબઈનું જાદુ ફક્ત મરીન ડ્રાઈવની હવામાં જ નથી, પરંતુ તેના સ્ટ્રીટ ફૂડમાં પણ છે. વડા પાવનો શાનદ

Recipe / આ સરળ રીતે ઘરે બનાવો મુંબઈના પ્રખ્યાત 'મસાલા પાવ', નાસ્તા માટે છે બેસ્ટ ઓપ્શન

મુંબઈનું જાદુ ફક્ત મરીન ડ્રાઈવની હવામાં જ નથી, પરંતુ તેના સ્ટ્રીટ ફૂડમાં પણ છે. વડા પાવનો શાનદાર સ્વાદ હોય કે પાવ ભાજીના રંગો, મુંબઈનું ભોજન હંમેશા જીભ પર જાદુ કરે છે.

જોકે, આજે અમે એક એવા વસ્તુ વિશે વાત કરીશું જે થોડી અંડરરેટેડ છે પણ ખરેખર સ્વાદનો રાજા છે. અમે વાત કરી રહ્યા છીએ મસાલા પાવની. આ લેખમાં, અમે તમને જણાવીશું કે આ સ્વાદિષ્ટ વાનગી ઘરે થોડી મિનિટોમાં કેવી રીતે બનાવવી, જે તમારા સવાર કે સાંજના નાસ્તાને યાદગાર બનાવી દેશે.

સામગ્રી

  • 4 પાવ (બ્રેડ બન)
  • 2 ડુંગળી (બારીક સમારેલી)
  • 1 સિમલા મરચું (બારીક સમારેલું)
  • 2 ટામેટા (બારીક સમારેલા)
  • 2 ચમચી પાવ ભાજી મસાલો (સૌથી જરૂરી)
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી હળદર પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • શેકવા માટે માખણ
  • બારીક સમારેલી કોથમીર

બનાવવાની રીત

સૌ પ્રથમ, એક પેનમાં થોડું માખણ અથવા તેલ ગરમ કરો. આ પછી તેમાં  ડુંગળી ઉમેરો અને તે આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ટામેટા અને કેપ્સિકમ ઉમેરો. જ્યારે શાકભાજી થોડા નરમ થાય, ત્યારે તેમાં હળદર, લાલ મરચું પાવડર, પાવ ભાજી મસાલો અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મસાલાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી 2-3 મિનિટ સુધી રાંધો.

હવે, પાવને અડધા ભાગમાં એવી રીતે કાપો જેથી તે સંપૂર્ણપણે અલગ ન થાય. હવે એક પેન ગરમ કરો અને થોડું માખણ ઉમેરો. પેન પર તૈયાર મસાલાનો એક ચમચી ફેલાવો. આ મસાલા પર પાવની અંદરનો ભાગ દબાવો અને તેને બંને બાજુ સારી રીતે શેકો, જેથી મસાલો પાવમાં શોષાય જાય.

જો તમે ઈચ્છો તો મસાલાને પાવમાં સ્ટફિંગની જેમાં ભરીને પણ પાવ શેકી શકો છો. મસાલા પાવ શેકાય જાય પછી પ્લેટમાં કાઢી ઉપર થોડું માખણ લગાવો, પછી તેના પર લીંબુના રસ ઉમેરો અને છેલ્લે તેને બારીક સમારેલી ડુંગળી અને કોથમરીથી ગાર્નીશ કરીને સર્વ કરો.

આ સમાચાર શેર કરો