મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / નાસ્તામાં ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી પનીર ઢોસા, એનર્જી સાથે મળશે પ્રોટીનનો ડોઝ

નાસ્તો એ આપણા દિવસનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેનાથી આખો દિવસ એનર્જી મળે છે, મેટાબોલીઝમ એક્ટિવ થાય છે, મૂડ

Recipe / નાસ્તામાં ટ્રાય કરો હેલ્ધી અને ટેસ્ટી પનીર ઢોસા, એનર્જી સાથે મળશે પ્રોટીનનો ડોઝ

નાસ્તો એ આપણા દિવસનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેનાથી આખો દિવસ એનર્જી મળે છે, મેટાબોલીઝમ એક્ટિવ થાય છે, મૂડ સારો રહે છે અને શરીરને પોષણ મળે છે. તેથી, સ્વરનો નાસ્તો હંમેશા હેલ્ધી હોવો જોઈએ.

જો તમે નાસ્તામાં કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવા ઈચ્છતા હોવ, તો તમે પનીર ઢોસા અજમાવી શકો છો. પનીર ઢોસાનો સ્વાદ અદ્ભુત લાગે છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. ચાલો નાસ્તામાં હેલ્ધી અને ટેસ્ટી પનીર ઢોસા બનાવવાની રેસીપી જાણીએ.

સામગ્રી

  • ઢોસાનું ખીરું - જરૂર મુજબ
  • મીઠું - સ્વાદ મુજબ
  • પનીર - 1/2થી 1 કપ (છીણેલું અથવા નાના ટુકડામાં)
  • ડુંગળી - 1/2 (બારીક સમારેલી)
  • ટમેટું - 1/2 (બારીક સમારેલું)
  • લીલા મરચાં - 1-2 (બારીક સમારેલા અથવા સ્વાદ મુજબ)
  • કોથમરી - 1-2 ચમચી (બારીક સમારેલા)
  • તેલ/ઘી - 1-2 ચમચી
  • રાઈ - 1/2 ચમચી
  • હળદર પાવડર - 1/4 ચમચી
  • લાલ મરચું પાવડર - 1/2 ચમચી (સ્વાદ મુજબ)
  • ધાણા પાવડર - 1 ચમચી
  • ગરમ મસાલો અથવા પાવ ભાજી મસાલો - 1/2 ચમચી

બનાવવાની રીત

  • સૌ પ્રથમ, એક કઢાઈમાં તેલ/ઘી ગરમ કરો.
  • આ પછી તેમાં રાઈ ઉમેરો અને તેને તતડવા દો. 
  • ત્યારબાદ તેમાં ડુંગળી અને લીલા મરચાં ઉમેરો. ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે તેમાં ટમેટું ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી રાંધો.
  • આ પછી તેમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો/પાવ ભાજી મસાલો અને મીઠું ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
  • હવે તેમાં પનીર ઉમેરો અને તેને મસાલા સાથે 1-2 મિનિટ માટે રાંધો. વધુ પડતું ન રાંધશો, નહીં તો પનીર કઠણ થઈ શકે છે.
  • આ પછી કોથમરી ઉમેરો, સારી રીતે મિક્સ કરો, અને ગેસની આંચ બંધ કરો. તમારું સ્ટફિંગ તૈયાર છે.
  • હવે, ઢોસાના ખીરામાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને તેને ઢોસા બનાવવા માટે પૂરતું પાતળું કરવા પાણી ઉમેરો.
  • આ પછી નોન-સ્ટીક પેન અથવા ઢોસાના તવાને ગરમ કરો.
  • પેન ગરમ થઈ જાય પછી તેના પર થોડું તેલ લગાવો અને તેને કપડા અથવા ટીશ્યુ પેપરથી હળવેથી સાફ કરો.
  • હવે, પેન પર થોડું પાણી છાંટો અને તરત જ તેને સાફ કરો. આ પેન પર તાપમાન નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
  • હવે પેન પર ખીરું રેડો અને તેને હળવા હાથે ફેલાવીને ઢોસાનો આકાર આપો.
  • રાંધતી વખતે ગેસની આંચ મધ્યમ રાખો. ઢોસાની કિનારીઓ અને ઉપર થોડું તેલ અથવા ઘી લગાવો.
  • જ્યારે ઢોસો નીચેથી સોનેરી અને ક્રિસ્પી થવા લાગે, ત્યારે વચ્ચે 2-3 ચમચી પનીરની સ્ટફિંગ ફેલાવો અને તેને ફોલ્ડ કરો.
  • ગરમ ગરમ પનીર ઢોસાને નારિયેળની ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.

આ સમાચાર શેર કરો