મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Travel Tips / મનાલી નજીક આવેલી છે 4 ઓફબીટ ડેસ્ટીનેશન, અહીં પ્રકૃતિ વચ્ચે વિતાવી શકો છો આરામની પળો

મનાલી તેની સુંદરતા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે, પરંતુ જો આ વખતે તમે ભીડથી દૂર શાંત જ

Travel Tips / મનાલી નજીક આવેલી છે 4 ઓફબીટ ડેસ્ટીનેશન, અહીં પ્રકૃતિ વચ્ચે વિતાવી શકો છો આરામની પળો

મનાલી તેની સુંદરતા માટે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રખ્યાત છે, પરંતુ જો આ વખતે તમે ભીડથી દૂર શાંત જગ્યાએ પ્રકૃતિની વચ્ચે આરામની પળો વિતાવવા માંગો છો, તો પછી તમે મનાલીની નજીક આવેલી કેટલીક ઓફબીટ ડેસ્ટીનેશન એક્સપ્લોર કરી શકો છો, આ એવી જગ્યાઓ છે જ્યાંથી તમે આખા હિમાચલની સુંદરતા જોઈ શકો છો. આ લેખમાં અમે તમને 4 ઓફબીટ ડેસ્ટીનેશન વિશે જણાવીશું. 

આ પણ વાંચો: નવેમ્બરમાં કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ એક્ટિવિટી એક્સપ્લોર કરવાનું ન ભૂલતા

મલાણા

પર્વતીય ખીણમાં આવેલું મલાણા ગામ હિમાચલ પ્રદેશના સૌથી સુંદર અને શાંતિપૂર્ણ સ્થળોમાંનું એક છે. જો તમે મનાલીની ધમાલથી દૂર કુદરતની ગોદમાં થોડો સમય પસાર કરવા માંગતા હોવ તો મલાણા તમારા માટે એક બેસ્ટ છે. આ ગામ તેની પ્રાચીન સંસ્કૃતિ અને સુંદર કુદરતી દ્રશ્યો માટે પ્રખ્યાત છે. તમે મનાલીથી રોડ માર્ગે લગભગ 2 કલાકમાં મલાણા પહોંચી શકો છો. અહીં તમને શાંતિપૂર્ણ વાતાવરણ, સ્વચ્છ હવા અને પહાડોના મનોહર દૃશ્યો જોવા મળશે.

થાનેદાર

સિઝન ગમે તે હોય, મનાલીમાં આ દિવસોમાં પ્રવાસીઓની વધતી ભીડ નવી વાત નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ ફરવા માટે કોઈ શાંતિપૂર્ણ સ્થળ શોધી રહ્યા છો, તો મનાલીથી લગભગ 190 કિલોમીટર દૂર સ્થિત થાનેદાર એક સારો વિકલ્પ બની શકે છે. થાનેદાર પહાડો અને હરિયાળીથી ઘેરાયેલું એક નાનકડું ગામ છે, જ્યાં તમે પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી શકો છો અને શાંતિનો અનુભવ કરી શકો છો.

પટલિકુહલ

મનાલીની ધમાલથી દૂર હિમાચલ પ્રદેશની ગોદમાં વસેલું પટલિકુહલ એક હિડેન જેમ છે. મનાલીથી માત્ર 27 મિનિટના અંતરે આવેલું આ શાંત અને સુંદર સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. પટલિકુહલ હિમાચલ પ્રદેશના તે આકર્ષક સ્થળોમાંનું એક છે જેના વિશે હજુ સુધી મોટાભાગના પ્રવાસીને જાણ નથી. જો તમે પણ ભીડથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણમાં થોડો સમય વિતાવવા માંગતા હોવ તો પટલિકુહલ પણ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

સજલા

મનાલીથી માત્ર 28 કિલોમીટરના અંતરે આવેલું સજલા ગામ સુંદર સ્થળ છે, અહીં પ્રખ્યાત વિષ્ણુ મંદિર આવેલું છે. અહીં સુંદર ધોધ પણ આવેલો છે. જો તમે ટ્રેકિંગના શોખીન છો, તો મનાલીથી સજલાનો માર્ગ તમારા માટે રોમાંચક અનુભવ બની શકે છે. આ ગામમાં પહોંચવા માટે ગાઢ જંગલોમાંથી પસાર થવું એ દરેક માટે યાદગાર પ્રવાસ બની શકે છે.

આ સમાચાર શેર કરો