મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઘરનું ખાવાનું અને રોજ ચાલવાથી પણ કંઈ નહીં થાય, હેલ્ધી રહેવું છે તો અપનાવો આ 5 આદતો!

ઘરનું ખાના અને ડેલી વોકથી પણ કંઈ નહીં થાય, હેલ્ધી રહેવું છે તો અપનાવો આ 5 આદતો!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રોજના 10 હજાર સ્ટેપ ચાલવું અને ઘરનું સાત્વિક ભોજન લેવું સારું છે, છતાં જો શરીરમાં એનર્જી ન રહેતી હોય અને શરૂઆતમાં વજન પણ ઘટતું ન હોય, તો માત્ર ચાલવાથી કામ નહીં ચાલે. ઓવરઓલ હેલ્થ સુધારવા, વજન ઘટાડવા, શરીરમાં પૂરતી ઊર્જા જાળવી રાખવા અને સાંજે થાકી ન જવા માટે માત્ર વોકિંગ પૂરતું નથી. આ માટે મેટાબોલિક હેલ્થને પણ સાચવવી પડે છે, જેના માટે આ 5 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હેલ્થ કોચે ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે માત્ર સ્ટેપ કાઉન્ટ કરવા પૂરતા નથી, પરંતુ કેટલીક સ્વસ્થ આદતો અપનાવવી પણ એટલી જ જરૂરી છે.

1. ઘરના ખોરાકમાં પૂરતું પ્રોટીન ન મળવું

તમે દરરોજ સવારે ઉઠીને ચાલો છો અને ઘરે આવીને નાસ્તામાં પૌહા કે ઉપમા ખાઓ છો. લંચમાં રોટલી-શાક અને થોડી દાળ તથા સાથે ફળ લેતા હોવ. જો તમે દરરોજ આ પ્રકારના ખોરાકને હેલ્થ માટે સારો સમજીને ખાઈ રહ્યા છો, તો એ વાત પર ધ્યાન આપો કે આમાં શરીરને મોટે ભાગે કાર્બોહાઈડ્રેટ્સ જ મળે છે. દિવસભરમાં માત્ર એક વાટકી દાળ ખાવાથી પૂરતું પોષણ નથી મળતું. તમારી ડાયેટમાં પ્રોટીનનું પ્રમાણ વધારો, કારણ કે પ્રોટીન સ્નાયુઓ (મસલ્સ)ને મજબૂત રાખે છે અને રિકવરીમાં મદદ કરે છે. તેથી, પ્રોટીનને કાર્બ્સ, ફાઈબર અને હેલ્ધી ફેટ્સ સાથે ભેળવીને જ ખાવું જોઈએ.

2. માત્ર વોકિંગ પૂરતું નથી, મસલ્સ જળવાઈ રહેતા નથી

રોજ ચાલવું તમારી હાર્ટ હેલ્થ અને મેન્ટલ હેલ્થ માટે ખૂબ સારું છે, પરંતુ ચાલવાથી મસલ્સ પર ખાસ કોઈ પ્રભાવ પડતો નથી. આપણે જે ગ્લુકોઝ ખાઈએ છીએ તેનો મોટો ભાગ મસલ્સમાં જાય છે. ઉંમરના 30 વર્ષ પછી જ્યારે તમે મસલ્સને મેન્ટેન નથી કરતા, ત્યારે તે ઘટવા લાગે છે. તેથી હેલ્થ કોચ કહે છે કે તમારા સાપ્તાહિક રૂટીનમાં રેઝિસ્ટન્સ એક્સરસાઇઝનો સમાવેશ કરો. સ્ક્વોટ્સ, પુશ-અપ્સ કરો અથવા રેઝિસ્ટન્સ બેન્ડથી વર્કઆઉટ કરો. આ બધી કસરતો ઘરમાં આરામથી થઈ શકે છે અને અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવી જોઈએ. આ કસરતો એટલી વાર (રિપીટેશન) કરો કે તમને કરવામાં થોડી મુશ્કેલી પડે. જો કે વોકિંગ બંધ નથી કરવાનું, પરંતુ તેની સાથે આ એક્સરસાઇઝ પણ જોડવાની છે, જેથી તમારી ફિટનેસ વધે.

3. પૂરતી ઊંઘ ન લેવી

સ્વસ્થ રહેવા માટે ડાયેટ અને એક્સરસાઇઝ પછીની ત્રીજી સૌથી મહત્વની બાબત ઊંઘ છે. જો તમે માત્ર 6 કલાક જ સૂતા હોવ અને બાકીના કલાકો પલંગ પર સૂઈને ફોન ચલાવવામાં જ વિતાવતા હોવ, તો ફિટ રહેવું મુશ્કેલ છે. જો તમે માત્ર એક દિવસ ઓછી ઊંઘ લો, તો બીજા દિવસે શુગર લેવલ બેલેન્સ કરવામાં મુશ્કેલી પડે છે અને તમારી આખી મહેનત એળે જાય છે. એટલા માટે દરરોજ પૂરતી ઊંઘ લેવી અને આરામ કરવો મેટાબોલિક હેલ્થ માટે અત્યંત જરૂરી છે. રિસર્ચ મુજબ, પૂરતી ઊંઘ ન લેવાથી ગ્લુકોઝ રેગ્યુલેશન અને ઇન્સુલિન સેન્સિટિવિટીમાં બદલાવ આવે છે.

4. આખો દિવસ બેસી રહેવું

જો તમારી જોબ બેસીને કામ કરવાની હોય અને તમે સવારે માત્ર એક કલાક ચાલ્યા પછી આખો દિવસ 9 કલાક ખુરશી પર બેસી રહેતા હોવ, તો આને પણ સિડેન્ટરી લાઈફસ્ટાઈલ (આળસુ જીવનશૈલી) જ ગણવામાં આવે છે. તેથી, લંચ અને ડિનર પછી 10 મિનિટ જરૂર ચાલો. વચ્ચે-વચ્ચે થોડીવાર ઊભા થઈને સ્ટ્રેચિંગ કરવું અને ચાલવું આખો દિવસ એક્ટિવ રહેવામાં મદદ કરે છે. આ આદતો નિયમિત વર્કઆઉટ સાથે અપનાવવાથી સ્વાસ્થ્ય વધુ સારું રહે છે.

5. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હોઈ શકે છે

જો તમે હેલ્ધી ડાયેટ, વર્કઆઉટ, વોકિંગ અને લાઈફસ્ટાઈલમાં જરૂરી ફેરફારો કર્યા પછી પણ ઊંઘ ન આવવી, સુસ્તી કે થાક અનુભવતા હોવ, તો તે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા હોઈ શકે છે. વિટામિન ડી ની ઉણપ, ઓછું વિટામિન બી-12, થાઇરોઇડ અને ઇન્સુલિન રેઝિસ્ટન્સ જેવા ટેસ્ટ ચોક્કસ કરાવો. જરૂરી સપ્લીમેન્ટ્સ પણ સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરશે.

નોંધ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો