Recipe / મોડી રાત્રે મીઠું ખાવાની ક્રેવિંગ થાય છે? તો નોટ કરી લો ચોકલેટ પુડિંગ બનાવવાની સરળ રીત
શું તમારી સાથે એવું બને છે કે ઘડિયાળમાં 12 વાગ્યા હોય, તમે સારી ફિલ્મ જોઈ રહ્યા હોવ અને અચાનક તમને

શું તમારી સાથે એવું બને છે કે ઘડિયાળમાં 12 વાગ્યા હોય, તમે સારી ફિલ્મ જોઈ રહ્યા હોવ અને અચાનક તમને કંઈક મીઠી અને ચોકલેટી વસ્તુ ખાવાની ઈચ્છા થાય? આ લેટ નાઈટ ક્રેવિંગ ઘણા લોકોનો લાંબા સમયથી ચાલતો દુશ્મન છે. આ સમયે રસોડામાં કલાકો સુધી મહેનત કરવાની હિંમત નથી હોતી કે ઓર્ડર કરવાની ધીરજ પણ હોતી નથી.
આવી સ્થિતમાં આજે અમે તમારી લેટ નાઈટ ક્રેવિંગ માટે એક સ્વાદિષ્ટ ઉકેલ આપવા જઈ રહ્યા છીએ. અહીં અમે ચોકલેટ પુડિંગ રેસીપી આપી રહ્યા છીએ, જે ઝટપટ તૈયાર થઈ જાય છે. તો ચાલો ચોકલેટ પુડિંગ બનાવવાની સરળ રેસીપી જાણી લો.
સામગ્રી
- દૂધ: 2 કપ
- ખાંડ: 1/2 કપ અથવા સ્વાદ મુજબ
- કોકો પાવડર: 3 ચમચી
- કોર્નફ્લોર: 2 ચમચી
- માખણ: 1 ચમચી
- વેનીલા એસેન્સ અથવા ચોકલેટના ટુકડા
બનાવવાની રીત
- સૌ પ્રથમ એક બાઉલમાં કોકો પાવડર, કોર્નફ્લોર અને ખાંડ મિક્સ કરો.
- હવે તેમાં થોડું ઠંડુ દૂધ ઉમેરો અને ગઠ્ઠો ન રહે તેવી રીતે મિક્સ કરો.
- ત્યારબાદ બાકીનું દૂધ એક પેનમાં ગરમ કરો. જ્યારે દૂધ ઉકળવા લાગે, ત્યારે ગેસની આંચ ઓછી કરો.
- હવે ઉકળતા દૂધમાં ધીમે ધીમે કોકો પાવડર અને કોર્નફ્લોરની પેસ્ટ ઉમેરો અને સતત હલાવતા રહો.
- 2-3 મિનિટમાં દૂધ ઘટ્ટ થઈને એક પુડિંગ જેવું બની જશે.
- હવે ગેસની આંચ બંધ કરો અને પુડિંગમાં માખણ અને વેનીલા એસેન્સ ઉમેરો.
- જો તમારી પાસે ચોકલેટ હોય તો તેના ટુકડા કરીને ઉમેરી શકો છો.
- તમે આ પુડિંગ ગરમા ગરમ માણી શકો છો અથવા તેને 10 મિનિટ માટે રેફ્રિજરેટરમાં મૂકીને ઠંડુ કરીને ખાઈ શકો છો.
- તમે ઈચ્છો તો પુડિંગને ચોકલેટ ચિપ્સ અથવા બિસ્કિટના ટુકડાથી ગાર્નીશ કરી શકો છો.






