મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe : મીઠાઇ ખાવાના શોખીન માટે બેસ્ટ વિકલ્પ, ઘરે જ બનાવો રબડી મલાઇ ટોસ્ટ

મોટાભાગના લોકોને જમ્યા પછી સ્વીટ ક્રેવીંગ થાય છે. આ ક્રેવીંગને શાંત કરવા માટે, ઘણા લોકો બજારમાંથી મીઠાઈ

Recipe : મીઠાઇ ખાવાના શોખીન માટે બેસ્ટ વિકલ્પ, ઘરે જ બનાવો રબડી મલાઇ ટોસ્ટ

મોટાભાગના લોકોને જમ્યા પછી સ્વીટ ક્રેવીંગ થાય છે. આ ક્રેવીંગને શાંત કરવા માટે, ઘણા લોકો બજારમાંથી મીઠાઈ લાવે છે. તો કેટલાક લોકો ખાંડ અથવા ગોળ ખાઈને પોતાનું મન ભરે છે. કારણ કે આ બંને વસ્તુઓ ઘરે સરળતાથી મળી રહે છે અને કોઈપણ મીઠાઈ બનાવવામાં સમય લાગે છે. પરંતુ અમે તમને એક રેસીપી જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ઝડપથી મીઠી વાનગી તૈયાર કરી શકો છો. આ રેસીપી મલાઈ ટોસ્ટની છે. ઘરમાં હાજર બ્રેડ અને દૂધની મદદથી, તમે તેને મિનિટોમાં તૈયાર કરી શકો છો. તે ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવામાં એકદમ સરળ છે.

સામગ્રી

  • અડધો લિટર દૂધ
  • એક કપ મિલ્ક પાવડર
  • બે કપ પાણી
  • એક કપ ખાંડ
  • બ્રેડ સ્લાઈસ
  • પિસ્તા અને બદામ

બનાવવાની રીત

  • મલાઈ ટોસ્ટ બનાવવા માટે, પહેલા રબડી તૈયાર કરો. આ માટે, અડધો લિટર દૂધ લો. 
  • હવે તેને ઉકળવા માટે મુકો અને તેમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરો.
  • હવે તેને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. શક્ય હોય તો ફુલ ક્રીમ દૂધનો ઉપયોગ કરો.
  • જ્યારે દૂધ ઘટ્ટ થાય, ત્યારે તેમાં ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • હવે બીજા પેનમાં 2 કપ પાણી અને અડધો કપ ખાંડ ઉમેરો અને 5 મિનિટ સુધી ઉકાળો.
  • હવે બ્રેડ સ્લાઈસના ચાર ટુકડા કરો અને પછી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  • હવે આ બ્રેડના ટુકડાને ખાંડની ચાસણીમાં ડુબાડો. પછી બે બ્રેડના ટુકડા વચ્ચે રબડી નાખો.
  • હવે તેને ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરો અને સ્વાદિષ્ટ ટોસ્ટનો આનંદ માણો.
  • તમે તેને એક કે બે દિવસ માટે ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. જોકે, ફ્રેશ મલાઈ ટોસ્ટનો સ્વાદ વધુ સારો લાગે છે.

આ સમાચાર શેર કરો