મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

દર વખત કરતા અલગ બનાવો પરવળનું શાક, રહી જશો આંગળ ચાંટતા 

શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ કેટલીક શાકભાજીને જોઈને માત્ર બાળકો જ નહીં પરંતુ પુખ્ત વયના

દર વખત કરતા અલગ બનાવો પરવળનું શાક, રહી જશો આંગળ ચાંટતા 

શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ કેટલીક શાકભાજીને જોઈને માત્ર બાળકો જ નહીં પરંતુ પુખ્ત વયના લોકો પણ દુઃખી થઈ જાય છે અને તેને ન ખાવાના વિવિધ બહાના શોધે છે. આ લિસ્ટમાં પરવલનું નામ પણ સામેલ છે. પરવલ એ ઉનાળાનું શાક છે, જેનો સ્વાદ થોડો અલગ હોય છે, પરંતુ તેમાં સ્વાદ ઉમેરવો એ કંઈ મુશ્કેલ કામ નથી.

તો પહેલા  તેના ફાયદા વિશે જાણવું વધુ જરૂરી છે, જેથી તમને ખાવાની પ્રેરણા મળશે. પરવલમાં વિટામિન A, વિટામિન B1, વિટામિન B2, વિટામિન C અને કેલ્શિયમ જેવા અન્ય ઘણા પોષક તત્વો પણ હોય છે. જે ખાવાથી ચેપી રોગો દૂર રહે છે. તેની સાથે આ શાકભાજીમાં લીવર અને કમળા જેવા રોગોને દૂર કરવાની ક્ષમતા પણ છે. આટલું જ નહીં તેને ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. આ શાક ડાયાબિટીસ અને હાઈ કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે.

સામમ્રી

  • 250 ગ્રામ પરવળ
  • 3 ચમચી  તેલ
  • 4 ચમચી ૪ ચણા નો લોટ
  • 10  કળી લસણ
  • 1/2ચમચી લાલ મરચું
  • 1/ 4 ચમચી હળદર
  • 1/4 ચમચી ખાંડ
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 4 ચમચી લીલી કોથમીર, સમારેલી
  • મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત

1. પરવળ ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો.

2.હવે પરવળમાં એક બાજુથી ઉભો ચીરો પાડો અને તેમાંથી બીજ કાઢી લો.

3.પાકા બીજ હોય તેને ફેંકી દેવા અને કાચા બીજને એક બાજુ મૂકી રાખવા.

4.હવે ખાંડણી અને દસ્તા વડે લસણને ખાંડી લો અને તેની પેસ્ટ બનાવી લો.

5.હવે ફરીથી ખાંડણી દસ્તા વડે પરવળના કાચા અને કુણા બીજને ખાંડી લો.

6.એક વાસણમાં ચણાનો લોટ, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ખાંડ, લસણની ખાંડેલી પેસ્ટ, પરવળના ખાંડેલા બીજ, લીલી કોથમીર, મીઠું અને ચમચી તેલ મીક્ષ કરો અને મસાલો તૈયાર કરી લો.

7.આ મસાલાને થોડો થોડો પરવળમાં ભરી લો ( પરવળને આખા દબાવીને ભરવા નહી થોડાક જ ભરવા) અને બચેલો મસાલો એક બાજુ મૂકી દો.

8.એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં ભરેલા પરવળ ઉમેરો.

9.કઢાઈ ને ઢાંકી દો અને પરવળ ને 10 - 15 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી પરવળ બધી બાજુ બરાબર શેકાય જાય.

10.પછી તેમાં વધેલો મસાલો ઉમેરો અને 1-2 મિનિટ માટે હલાવો

11.ગેસ બંધ કરી દો અને પરવળ નું શાક સર્વ કરવાના બાઉલમાં કાઢી લો.

આ સમાચાર શેર કરો