મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / ગરમીથી રાહત મેળવવા આ વખતે ટ્રાય કરો સ્વાદિષ્ટ ઓરેન્જ સ્લશ

જો ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા શિકંજી, લસ્સી, કુલ્ફી અને આઈસ્ક્રીમને બદલે કઈંક નવી વસ્તુ ટ્રાય કરવા માંગતા

Recipe / ગરમીથી રાહત મેળવવા આ વખતે ટ્રાય કરો સ્વાદિષ્ટ ઓરેન્જ સ્લશ

જો ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા શિકંજી, લસ્સી, કુલ્ફી અને આઈસ્ક્રીમને બદલે કઈંક નવી વસ્તુ ટ્રાય કરવા માંગતા હોવ તો તમારે આ નવું આઈસ ડ્રિંક ટ્રાય કરવું જોઈએ. તમે ઓરેન્જ સ્લશ વિશે સાંભળ્યું જ હશે. તે એક થીક આઈસ ડ્રીંક છે. તડકાથી રાહત મેળવવા માટે આ એક સારો વિકલ્પ છે.

ઓરેન્જ સ્લશ ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે. આ માટે બરફ અને ઓરેન્જની જરૂર છે. બજારમાં ઉપલબ્ધ સ્લશ પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર હોઈ શકે છે, તેથી જો તમે આ ડ્રીંક ઘરે બનાવો તો વધુ સારું છે. જો તમે આઈસ્ક્રીમ અને શિકંજીમાંથી બ્રેક લેવા માંગતા હોવ, તો આ ડ્રીંક જરૂર ટ્રાય કરો.

સામગ્રી

  • અડધો કિલો સંતરા અથવા તેનો રસ
  • આઈસ ક્યુબ ટ્રે
  • સ્વાદ મુજબ ખાંડ 
  • એક ચમચી લીંબુનો રસ
  • અડધો કપ સાદી સોડા
  • મધ અથવા મેપલ સીરપ (વૈકલ્પિક)

બનાવવાની રીત

  • ઓરેન્જ સ્લશ બનાવવા માટે તમે સંતરાનો રસ લઈ શકો છો અથવા તાજા સંતરામાંથી રસ કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો.
  • સંતરાનો રસ કાઢી તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો. 
  • તમે ખાંડને બદલે મધ અથવા મેપલ સીરપ પણ ઉમેરી શકો છો. આ સ્વાદમાં વધારો કરશે.
    હવે સંતરાના રસમાં અડધો કપ સાદી સોડા અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો.
  • તમામ વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તૈયાર ડ્રીંકને લગભગ દોઢથી બે કલાક ઠંડુ થવા માટે રેફ્રિજરેટરમાં રાખો.
  • હવે આઈસ ક્યુબ કાઢો અને ક્યુબ્સને બ્લેન્ડરમાં નાખી તેને ક્રશ કરો.
  • જો તમારી પાસે બરફનો મોટો બ્લોક હોય, તો તમે તેને છીણી શકો છો.
  • હવે એક ગ્લાસમાં બરફનો ભૂકો નાખો અને તેમાં તૈયાર કરેલ સંતરાનો રસ ઉમેરીને ચમચીની મદદથી બરાબર મિક્સ કરો અને સર્વ કરો.
  • તૈયાર છે તમારું ઓરેન્જ સ્લશ. તમે તેને કોઈપણ પ્રકારના ફળોના રસ સાથે બનાવી શકો છો. 

આ સમાચાર શેર કરો