મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / ઘર પર બનાવો બજાર જેવું ક્રીમી મેયોનીઝ, ભેળસેળનો નહીં રહે ડર

મેયોનીઝ કોઈપણ નાસ્તાનો સ્વાદ વધારે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ટોરમાંથી ખરીદેલા મેયોનીઝમાં ક

Recipe / ઘર પર બનાવો બજાર જેવું ક્રીમી મેયોનીઝ, ભેળસેળનો નહીં રહે ડર

મેયોનીઝ કોઈપણ નાસ્તાનો સ્વાદ વધારે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્ટોરમાંથી ખરીદેલા મેયોનીઝમાં કેવા પ્રિઝર્વેટિવ્સ અને આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે? જો તમે શાકાહારી છો અથવા ભેળસેળ ટાળવા માંગો છો, તો તમારે હવે મેયોનીઝ ખાતા પહેલા બે વાર વિચારવાની જરૂર નથી.

આજે અમે તમને ઘરે એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ફક્ત થોડી મિનિટમાં ઈંડા વગર અને ભેળસેળ વિનાનું જાડું અને ક્રીમી મેયોનીઝ બનાવી શકો છો. એકવાર તમે આ ઘરે બનાવેલ મેયોનીઝનો સ્વાદ ચાખશો, તો તમે બજારમાંથી ખરીદેલા મેયોનીઝને ભૂલી જશો.

સામગ્રી

  • દૂધ: 1/4 કપ - ઉકાળીને ઠંડુ કરેલું, પરંતુ મલાઈ વગર (ઓછા ફેટવાળું)
  • તેલ: 1 કપ - તે સુગંધ વગરનું હોવું જોઈએ, જેમ કે સૂર્યમુખી અથવા શુદ્ધ વનસ્પતિ તેલ
  • ખાંડ: 1 ચમચી
  • મીઠું: સ્વાદ મુજબ
  • વિનેગર અથવા લીંબુનો રસ: 1 ચમચી
  • લસણ (વૈકલ્પિક): 2-3 કળી, જો તમે ગાર્લિક મેયોનીઝ બનાવવા માંગતા હોવ તો

બનાવવાની રીત

  • સૌથી પ્રથમ, એક બ્લેન્ડર જારમાં ઠંડુ દૂધ, ખાંડ, મીઠું, વિનેગર/લીંબુનો રસ અને લસણ (જો વાપરી રહ્યા હોવ તો) ઉમેરો.
  • હવે જાર બંધ કરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરવા માટે ફક્ત 30 સેકન્ડ માટે બ્લેન્ડ કરો.
  • હવે, ઢાંકણ દૂર કરો અને બ્લેન્ડર ચાલુ કરો. ઉપરથી એક એક ટીપું તેલ ઉમેરવાનું શરૂ કરો. આ સૌથી મમહત્ત્વપૂર્ણ પગલું છે.
  • જેમ જેમ તમે તેલ ઉમેરશો, તેમ તેમ તમે જોશો કે મિશ્રણ ઘટ્ટ થવા લાગે છે અને મેયોનીઝ જેવું ટેક્સચર બનવા લાગશે.
  •  મેયોનીઝ સંપૂર્ણપણે ઘટ્ટ અને ક્રીમી ન થાય ત્યાં સુધી તેલ ઉમેરતા રહો. આમાં 3થી 5 મિનિટ લાગી શકે છે.
  • જ્યારે તે ઘટ્ટ થઈ જાય ત્યારે તેને બાઉલમાં કાઢી લો.

ખાસ ટિપ્સ

  •  મેયોનીઝ બનાવવા માટેની બધી સામગ્રી ઠંડી હોવી જોઈએ. દૂધ અને તેલ બંનેનો ફ્રિઝમાં ઠંડા કરીને ઉપયોગ કરો.
  • તેલ હંમેશા ધીમે ધીમે અને સતત પ્રવાહમાં ઉમેરો. જો તમે એક સાથે ખૂબ તેલ ઉમેરશો, તો  મેયોનીઝ નહીં થાય
  • તમે આ  મેયોનીઝને રેફ્રિજરેટરમાં એર ટાઈટ કન્ટેનરમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

આ સમાચાર શેર કરો