મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Recipe / વરસાદની ઋતુમાં ચા સાથે સ્વાદિષ્ટ લાગે છે કોર્ન ચીઝ સમોસા, આ રીતે ઘરે બનાવો

વરસાદની ઋતુમાં, હંમેશા કંઈક મસાલેદાર અને ગરમ ખાવાનું મન થાય છે. જો તમે પણ સાંજની ચા સાથે આવી સ્વાદિષ્ટ રેસી

Recipe / વરસાદની ઋતુમાં ચા સાથે સ્વાદિષ્ટ લાગે છે કોર્ન ચીઝ સમોસા, આ રીતે ઘરે બનાવો

વરસાદની ઋતુમાં, હંમેશા કંઈક મસાલેદાર અને ગરમ ખાવાનું મન થાય છે. જો તમે પણ સાંજની ચા સાથે આવી સ્વાદિષ્ટ રેસીપી શોધી રહ્યા છો, તો કોર્ન ચીઝ સમોસા રેસીપી ટ્રાય કરો. આ વાનગી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.

સમોસામાં મકાઈ અને ચીઝનું મિશ્રણ દરેક ઉંમરના લોકોને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો અમે તમને તેની સરળ રેસીપી જણાવી દઈએ.

સામગ્રી

  • સમોસા શીટ્સ
  • 1 કપ બાફેલી મકાઈ
  • 1/2 કપ છીણેલું મોઝેરેલા ચીઝ
  • 1 બારીક સમારેલું લીલું મરચું
  • 2 ચમચી બારીક સસમારેલી કોથમીર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1/4 ચમચી કાળા મરીનો પાવડર
  • તળવા માટે તેલ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલી મકાઈ, મોઝેરેલા ચીઝ, લીલા મરચા, કોત્મારી, મીઠું અને કાળા મરી ઉમેરો
  • આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
  • આ પછી, એક સમોસા શીટ લો.
  • હવે દરેક શીટમાં 2 ચમચી સ્ટફિંગ ઉમેરો અને શીટની કિનારી પર પાણી લગાવીને સારી રીતે બંધ કરો.
  • આ પછી, મધ્યમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો અને સમોસાને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
  • તળેલા સમોસાને  ટીશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાય જાય.
  • સ્વાદિષ્ટ ગરમા ગરમ કોર્ન ચીઝ સમોસા તૈયાર છે. તેને ચા અને લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો.

આ સમાચાર શેર કરો