ખાંડમાંથી ઘરે જ બનાવો બોડી સ્ક્રબ, થોડા દિવસોમાં તમને મળશે કોમળ અને ચમકતી ત્વચા
ખાંડ માત્ર મીઠાસ આપનારી ખાદ્ય વસ્તુ નથી પણ તેનો ઉપયોગ નેચરલ બ્યુટી પ્રોડક્ટ તરીકે પણ થાય છે. ખાંડમાંથી બનાવેલ બોડી સ્ક્રબ

ખાંડ માત્ર મીઠાસ આપનારી ખાદ્ય વસ્તુ નથી પણ તેનો ઉપયોગ નેચરલ બ્યુટી પ્રોડક્ટ તરીકે પણ થાય છે. ખાંડમાંથી બનાવેલ બોડી સ્ક્રબ ત્વચાની સંભાળ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્ક્રબ ડેડ સ્કિન સેલ્સને દૂર કરીને ત્વચાને નરમ બનાવે છે, અને બ્લડ સર્ક્યુલેશનને પણ સુધારે છે. ચાલો જાણીએ ખાંડના સ્ક્રબના ફાયદા અને તેને કેવી રીતે બનાવી શકાય.
બોડી સ્ક્રબના ફાયદા
ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે
ખાંડના કણોમાં ડેડ સ્કિન સેલ્સને દૂર કરવાની ક્ષમતા હોય છે. તે ત્વચાને એક્સ્ફોલિયેટ કરે છે અને તેને ચમકદાર અને નરમ બનાવે છે.
બ્લડ સર્ક્યુલેશન વધારે છે
સ્ક્રબ કરતી વખતે હળવા પ્રેશરથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી ત્વચામાં લોહીનો પ્રવાહ વધે છે અને ત્વચા સ્વસ્થ રહે છે.
ત્વચાને પોષણ આપે છે
તમે ખાંડના સ્ક્રબમાં વિવિધ પ્રકારના તેલ જેમ કે ઓલિવ ઓઈલ, કોકોનટ ઓઈલ વગેરે ઉમેરી શકો છો. તે ત્વચાને પોષણ આપે છે અને તેને ભેજ પણ આપે છે.
ખીલ ઘટાડે છે
ખાંડમાંથી બનેલા સ્ક્રબમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખીલને ઘટાડવામાં મદદ કરે છે.
ત્વચાને નરમ બનાવે છે
ખાંડમઠ બનેલા સ્ક્રબનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા કોમળ બને છે.
સ્ટ્રેચ માર્ક્સ ઘટાડે છે
આ સ્ક્રબમાં રહેલા ગુણો સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવામાં મદદ કરે છે.
બોડી સ્ક્રબ બનાવવાની રીત
સામગ્રી
- 1 કપ ખાંડ
- 1/4 કપ કોકોનટ ઓઈલ
- 1/4 કપ ઓલિવ ઓઈલ
- એસેન્શિયલ ઓઈલના થોડા ટીપાં
આ રીતે બનાવો
- એક બાઉલમાં ખાંડ લો.
- તેમાં નારિયેળ તેલ અને ઓલિવ તેલ મિક્સ કરો.
- હવે તેમાં તમારી પસંદગીનું એસેન્શિયલ ઓઈલ ઉમેરો.
- બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
- તૈયાર સ્ક્રબને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
બોડી સ્ક્રબનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ સ્ક્રબને સ્નાન કર્યા પછી અથવા ભીની ત્વચા પર હળવા હાથે મસાજ કરો. થોડીવાર મસાજ કર્યા પછી, હુંફાળા પાણીથી ધોઈ લો. આ સ્ક્રબનો અઠવાડિયામાં બેથી ત્રણ વખત ઉપયોગ કરી શકાય છે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.








