મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

લીંબુના છે અગણિત ફાયદા, ચહેરાને ચમકદાર બનાવવા અને વાળને ઘાટા કરવામાં અસરકારક

વિટામિન સીથી સમૃદ્ધ લીંબુને એક સુપરફૂડ માનવામાં આવે છે જે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને કોસ્મેટિક લાભો આપે છે. આ સાઇટ્રસ ફળ વિશ્

લીંબુના છે અગણિત ફાયદા, ચહેરાને ચમકદાર બનાવવા અને વાળને ઘાટા કરવામાં અસરકારક

વિટામિન સીથી સમૃદ્ધ લીંબુને એક સુપરફૂડ માનવામાં આવે છે જે વિવિધ પ્રકારના સ્વાસ્થ્ય અને કોસ્મેટિક લાભો આપે છે. આ સાઇટ્રસ ફળ વિશ્વભરના દરેક રસોડામાં મુખ્ય ભાગ હોય છે. તમે તેને તમારા આહારમાં ઘણી રીતે સામેલ કરી શકો છો. આયુર્વેદ અનુસાર, ચપટી મીઠું સાથે લીંબુનું સેવન કરવાથી ઉબકાને નિયંત્રિત કરવામાં અને પાચનને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે. આ ખાટા ફળ એક ઉત્તમ સ્વાદ વધારનાર પણ છે. 

આયુર્વેદ ડૉક્ટરે જણાવ્યું કે લીંબુ એક ખાટા ફળ છે, જે વિટામિન C નો સારો સ્ત્રોત છે. તેનો ઉપયોગ વિવિધ ખાદ્યપદાર્થો અને પીણાઓમાં થાય છે. લીંબુ પાણી ઉપરાંત ચા અને સલાડમાં પણ લીંબુનો ઉપયોગ થાય છે. લીંબુનો રસ અને છાલ બંનેનો ઉપયોગ સ્વાદ વધારવા માટે પણ થાય છે.

આયુર્વેદિક ડોક્ટર જણાવ્યું કે લીંબુનો રસ અને ખાંડ ભેળવીને માથામાં ઘસીને 5-7 કલાક રહેવા દો અને પછી ધોઈ લો. આમ કરવાથી માથામાંથી ડેન્ડ્રફ અને ગંદકી દૂર થશે અને તમારા વાળ સાફ થઈ જશે. 

લસણ અને લીંબુનો રસ સરખા પ્રમાણમાં ભેળવી વાળમાં થોડા દિવસો સુધી લગાવવાથી જૂ નાશ પામે છે. અડધા લીંબુને આગ પર ગરમ કરો અને તેને માથા પર સારી રીતે ઘસો. આનાથી શરીરમાં ઉત્પન્ન થતી ગરમીથી ત્વરિત રાહત મળે છે અને મનમાં તાજગી અને ઉર્જા આવે છે.

લીંબુના રસમાં બે ચપટી મીઠું 1/2 લીટર પાણીમાં ભેળવી પીવાથી મરડો અને પેટના અન્ય રોગોમાં ઘણી રાહત મળે છે. ચક્કર આવવાની સ્થિતિમાં એક લીંબુનો રસ 250 ગ્રામ પાણીમાં ભેળવીને તેમાં થોડું મધ નાખીને પીવું જોઈએ. આનાથી ઘણી રાહત મળે છે.

ખાસ નોંધ : આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. મહેરબાની કરીને નોંધ કરો, કોઈપણ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે gstv.in/ જવાબદાર રહેશે નહી.

આ સમાચાર શેર કરો