મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ઉનાળામાં સનસ્ક્રીન લગાવતા પહેલા જાણી લો આ મહત્ત્વની બાબતો, તમને મળશે સંપૂર્ણ ફાયદો

તમારા સ્કિન કેર રૂટીનમાં સનસ્ક્રીનનો સમાવેશ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સૂર્યના યુવી કિરણો તમારી ત્વચા મ

ઉનાળામાં સનસ્ક્રીન લગાવતા પહેલા જાણી લો આ મહત્ત્વની બાબતો, તમને મળશે સંપૂર્ણ ફાયદો

તમારા સ્કિન કેર રૂટીનમાં સનસ્ક્રીનનો સમાવેશ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સૂર્યના યુવી કિરણો તમારી ત્વચા માટે હાનિકારક છે, તે ત્વચાને અંદરથી નુકસાન પહોંચાડે છે, જેનાથી નાની ઉંમરમાં ફ્રીકલ્સ, ટેનિંગ અને રીન્ક્લ્સ જેવી સમસ્યાઓ થાય છે અને ત્વચાના કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ પણ વધે છે.

તેથી, બહાર જતી વખતે ત્વચાને સૂર્યપ્રકાશના સીધા સંપર્કથી બચાવવા માટે સંપૂર્ણ ફૂલ સ્લીવના કપડા પહેરવાની સાથે સનસ્ક્રીનનો યોગ્ય ઉપયોગ મહત્ત્વપૂર્ણ છે. ઘણા લોકો સનસ્ક્રીન લગાવવાની સાચી રીત નથી જાણતા, જેના કારણે તેમને પૂરો ફાયદો નથી મળતો અને સનસ્ક્રીન લગાવવા છતાં ત્વચાને નુકસાન થાય છે. તેથી સનસ્ક્રીન લગાવતા પહેલા આટલી બાબતો જાણી લો.

SPF લેવલ ચેક કર્યા પછી જ સનસ્ક્રીન ખરીદો

જો તમે તમારી ત્વચાને સૂર્યના યુવી કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો, તો પહેલા ક્રીમ અથવા લોશનનું SPF લેવલ તપાસો. સામાન્ય રીતે, 30 SPFથી 50 SPFની સનસ્ક્રીન યોગ્ય માનવામાં આવે છે, પરંતુ તમે તમારા સ્કિન ટોન અને ટેક્સચર અનુસાર અને નિષ્ણાતની સલાહ લઈને સનસ્ક્રીન ખરીદી શકો છો.

શું ઘરે પણ સનસ્ક્રીન લગાવવી જરૂરી છે?

ઘણીવાર લોકો વિચારે છે કે ઘરમાં સનસ્ક્રીન લગાવવાની શું જરૂર છે? પરંતુ તમે ઘરની અંદર હોવ તો પણ તમારે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તમે બારીઓ અથવા દરવાજા દ્વારા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવી શકો છો.

ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન ક્યારે લગાવવી?

જો તમારે ક્યાંક બહાર જવાનું હોય તો 15થી 20 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો જેથી તે તમારી ત્વચામાં સારી રીતે શોષાઈ જાય. એકવાર સનસ્ક્રીન લગાવવી પૂરતી નથી, કારણ કે તે 4થી 5 કલાક સુધી જ સૂર્યના યુવી કિરણોથી રક્ષણ આપશે, તેથી જો તમે બહાર જતા હોવ તો તમારે દર થોડા કલાકે ફરીથી સનસ્ક્રીન લગાવવી જોઈએ.

લોકોની સૌથી મોટી ગેરસમજ

મોટાભાગના લોકોમાં એવી ગેરસમજ હોય ​​છે કે જેમનો સ્કિન ટોન ડાર્ક હોય તેઓએ સનસ્ક્રીન લગાવવાની જરૂર નથી, જ્યારે આવું બિલકુલ નથી, કોઈપણ સ્કિન ટોનવાળી વ્યક્તિએ સનસ્ક્રીન લગાવવી જોઈએ, કારણ કે સનસ્ક્રીન લગાવવાનો અર્થ એ નથી કે ત્વચાને ટેનિંગ કે કાળી પડવાથી બચાવશે. સનસ્ક્રીનનો ઉપયોગ ત્વચાને સૂર્યના કિરણોથી થતા નુકસાનથી બચાવવા માટે કરવો જોઈએ.

આ સમાચાર શેર કરો