મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

World Brain Day / મગજને સ્વસ્થ રાખવા માટે હેવી એકસરસાઈઝ કરવાની જરૂર નથી, આ પદ્ધતિઓથી બનાવો સ્ટ્રોંગ

દર વર્ષે 22 જુલાઈના રોજ ઉજવવામાં આવતા વિશ્વ મગજ દિવસ (World Brain Day) નો હેતુ માત્ર મગજના રોગો વિશે લોકોની જ

World Brain Day / મગજને સ્વસ્થ રાખવા માટે હેવી એકસરસાઈઝ કરવાની જરૂર નથી, આ પદ્ધતિઓથી બનાવો સ્ટ્રોંગ

દર વર્ષે 22 જુલાઈના રોજ ઉજવવામાં આવતા વિશ્વ મગજ દિવસ (World Brain Day) નો હેતુ માત્ર મગજના રોગો વિશે લોકોની જાગૃતિ વધારવાનો જ નથી, પરંતુ આ દિવસે મગજને કેવી રીતે સ્વસ્થ રાખવું તે વિશે લોકોને જણાવવાનો પણ છે. શરીરને સ્વસ્થ રાખવા કરતા મનને સ્વસ્થ રાખવું વધુ જરૂરી છે, કારણ કે મગજ શરીરના મોટા ભાગના કાર્યોને નિયંત્રિત કરે છે. તણાવ, હતાશા, ચિંતા જેવી સમસ્યાઓના કારણે મગજની કાર્યક્ષમતા ઘટવા લાગે છે.

વૃદ્ધાવસ્થામાં પણ તમારા મગજને સ્વસ્થ રાખવા માટે તમારે જીમમાં જઈને મહેનત કરવાની જરૂર નથી. ખૂબ જ સરળ પદ્ધતિઓ દ્વારા તમે તમારા મગજને લાંબા સમય સુધી સ્વસ્થ અને ખુશ રાખી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.

ધ્યાન કરો

મગજને સ્વસ્થ અને સક્રિય રાખવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે દરરોજ થોડો સમય ધ્યાન કરો આનાથી મગજને આરામ મળે છે, એકાગ્રતા વધે છે, યાદશક્તિમાં સુધારો થાય છે અને મગજના કાર્યમાં પણ સુધારો થાય છે.

વોક કરો

મગજને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે વેઈટ ટ્રેનિંગ, રનિંગ કે સ્ટ્રેચિંગ જેવી એક્સરસાઈઝની જરૂર નથી, મગજને ફિટ રાખવા માટે દરરોજ વોક કરો. ચાલવાથી માત્ર શરીરની જ નહીં પણ મગજની પણ કસરત થાય છે. મગજમાં લોહી અને ઓક્સિજનનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. જેના કારણે વૃદ્ધાવસ્થામાં પણ મગજ સ્વસ્થ રહે છે.

બાગકામ કરો

પ્રકૃતિની આસપાસ રહેવાથી મન પણ તણાવમુક્ત રહે છે. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે પ્રકૃતિ સાથે જોડાયેલા લોકો વધુ ખુશ અને સંતુષ્ટ રહે છે. વૃક્ષો, છોડ, ફૂલો, નદીઓ, ધોધ, પર્વતો જોઈને શાંતિનો અહેસાસ થાય છે. 

નવી વસ્તુઓ શીખો

તમારા મગજને સક્રિય રાખવા અને તેને સ્ટ્રોંગ બનાવવા માટે, નવી વસ્તુઓ શીખો, પછી તે કોઈ નવી ભાષા હોય, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ડાન્સ હોય કે અન્ય કોઈ આર્ટ હોય. મગજ નવી વસ્તુઓ શીખવામાં વ્યસ્ત રહે છે અને તમે તમારા મગજ સાથે જેટલું કામ કરો છો તેટલું વધુ તે સ્વસ્થ રહેશે.

રમતગમતમાં ભાગ લેવો

ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, કબડ્ડી કે કોઈપણ પ્રકારની રમતમાં ભાગ લો. તેનાથી મગજમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી તે સ્ટ્રોંગ બને છે અને તેની નિર્ણય લેવાની શક્તિ વધે છે. વસ્તુઓ યાદ રાખવાની ક્ષમતા પણ વધે છે.

આ સમાચાર શેર કરો