મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Jewellery Buying Tips / એન્ગેજમેન્ટ રિંગ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જો તમે પણ આ વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું હોય અથવા તમારા પાર્ટનરની પસંદગી કરી હોય, તો સ્વાભાવિક

Jewellery Buying Tips / એન્ગેજમેન્ટ રિંગ ખરીદતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

જો તમે પણ આ વર્ષે લગ્ન કરવાનું નક્કી કર્યું હોય અથવા તમારા પાર્ટનરની પસંદગી કરી હોય, તો સ્વાભાવિક છે કે તેની શરૂઆત રિંગ સેરેમની થશે. જેમાં કપલ એકબીજાને રિંગ પહેરાવે છે. જોકે માતાઓ તેમની પુત્રી અને ભાવિ પુત્રવધૂ માટે બાકીની જ્વેલરીના અગાઉથી બનાવડાવી લે છે, પરંતુ એન્ગેજમેન્ટ રિંગ સંબંધ નક્કી થયા પછી જ ખરીદવામાં આવે છે. જેથી તેને આધુનિક ટ્રેન્ડ અને ફેશન પ્રમાણે ખરીદી શકાય. જો તમે પણ એન્ગેજમેન્ટ રિંગ ખરીદવા જઈ રહ્યા છો, તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેના વિશે જાણી લો.

આ બાબતોનું ધ્યાન રાખો

યંગ જનરેશનની પસંદગીઓ વારંવાર બદલાતી રહે છે. આવી સ્થિતિમાં, તેમણે એન્ગેજમેન્ટ રિંગ ખરીદતી વખતે ઘણી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જ્યાં પહેલા સોનાના દાગીનાનો દબદબો હતો ત્યાં હવે ડાયમંડની માંગ છે. ડાયમંડ અને કલર્ડ સ્ટોનનું કોમ્બીનેશન એન્ગેજમેન્ટ રિંગ માટે બેસ્ટ છે.

ડાયમંડ ઉપરાંત, એમરલ્ડ, ગુલાબી નીલમ અને એમિથિસ્ટ સ્ટોન જેવા કલર્ડ સ્ટોન સાથેની રિંગ પણ એન્ગેજમેન્ટ માટે પસંદ કરી શકાય છે.

જો છોકરાઓને સિમ્પલ રિંગ્સ પહેરવી ગમે છે અને બહુ હેવી અને ટ્રેન્ડી રિંગ્સ નથી પસંદ, તો તેમના માટે તમે સિંગલ સોલિટેર સાથે સિમ્પલ બેન્ડનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.

એન્ગેજમેન્ટ રિંગ એ રોજ પહેરવામાં આવતી જ્વેલરી છે, ખાસ કરીને છોકરીઓ તેને હંમેશા પહેરે છે, તેથી તેને ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તેની ધાર અને નાજુક ડિઝાઇન ન હોવી જોઈએ. નહીં તો, આવી રિંગ ઝડપથી ખરાબ થઈ શકે છે અને કેટલીકવાર તમને પણ નુકસાન થઈ શકો છો.

જો તમે એન્ગેજમેન્ટ માટે ગોલ્ડ રિંગ ખરીદી રહ્યા છો, તો ભારે ડિઝાઇન પસંદ કરવાનું ટાળો. એક તો તેમની ફેશન હવે થોડી જૂની થઈ ગઈ છે અને બીજું, તે ખૂબ જ જલ્દી ગંદી થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારી નથી.

આ સમાચાર શેર કરો