મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

Health Tips : શું તમે પણ સવારે આ ભૂલ કરો છો? ખાલી પેટે આ 5 વસ્તુઓ છે નુકસાનકારક

આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે દિવસની શરૂઆત કઈ વસ્તુઓથ

Health Tips : શું તમે પણ સવારે આ ભૂલ કરો છો? ખાલી પેટે આ 5 વસ્તુઓ છે નુકસાનકારક
આ સમાચાર સાંભળો

આંતરડાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે દિવસની શરૂઆત કઈ વસ્તુઓથી કરવી જોઈએ અને કઈ વસ્તુઓથી બચવું જોઈએ. ન્યુટ્રિશનિસ્ટનું કહેવું છે કે કેટલીક પોપ્યુલર વસ્તુઓ ખાલી પેટે ખાવાથી તે અજાણતા જ તમારી પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. અહીં જાણો એવા 5 ફૂડ્સ વિશે, જેને ખાલી પેટે ખાવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

સવારનો પહેલો ખોરાક આખા દિવસના સ્વાસ્થ્ય પર અસર કરે છે, પરંતુ ઘણીવાર લોકો અજાણતા એવી વસ્તુઓનું સેવન કરી લે છે જે ખાલી પેટે ખાવાથી ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે કેટલીક વસ્તુઓ પેટના અંદરના ભાગને પ્રભાવિત કરી શકે છે, જેનાથી એસિડિટી, ગેસ, અપચો અને પાચનને લગતી અન્ય સમસ્યાઓ વધી શકે છે.

ખાટાં ફળોનું સેવન

ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે આપણે સવારે ખાલી પેટે ખાટાં ફળો ખાવાથી બચવું જોઈએ, જેમ કે સંતરા અને અનાનસ. આ ફળોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એસિડ હોય છે જે એસિડિટી વધારી શકે છે.

ગ્રીન ટી પણ નુકસાનકારક

ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે અને તે વજન ઘટાડવા (વેઇટ લોસ) માટે એક સારો ઓપ્શન માનવામાં આવે છે. પરંતુ એક્સપર્ટ સલાહ આપે છે કે તેને સવારે ખાલી પેટે પીવાનું ટાળવું જોઈએ. તેમાં કેફીન અને ટેનિસ જેવા કમ્પાઉન્ડ્સ હોય છે, જે એસિડિટી, ઉબકા આવવા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

ચા અને કોફી

સામાન્ય રીતે લોકો સવારે ખાલી પેટે ચા અને કોફી પીવાનું જ પસંદ કરતા હોય છે, પરંતુ આ સૌથી મોટી ભૂલ છે. ચા અને કોફીને ખાલી પેટે પીવાથી એસિડિટી, પેટ ફૂલવું અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

મસાલેદાર ખોરાક

ન્યુટ્રિશનિસ્ટ સલાહ આપે છે કે સવારે ખાલી પેટે મસાલેદાર ખોરાક—જેમાં લીલા મરચાં કે લાલ મરચું હોય—તે ખાવાથી બચવું જોઈએ. તે પેટમાં બળતરા પેદા કરી શકે છે.

ફ્રૂટ જ્યુસથી પણ પરહેજ રાખો

સવારે ખાલી પેટે ફ્રૂટ જ્યુસ પીવાથી પણ બચવું જોઈએ, કારણ કે તેનાથી અચાનક બ્લડ શુગર વધી શકે છે. જ્યુસ બન્યા પછી તેમાં આખા ફળની સરખામણીએ ફાઈબર ઓછું થઈ જાય છે.

ખાલી પેટે શું ખાવું-પીવું જોઈએ?

એક્સપર્ટ સલાહ આપે છે કે કેટલીક વસ્તુઓ એવી છે જેને સવારે ખાલી પેટે લેવી ફાયદાકારક સાબિત થાય છે:

જીરાવાળું નવશેકું પાણી: આ પાચનને સુધારવામાં મદદ કરે છે, બ્લોટિંગ ઓછું કરે છે અને તમારા આંતરડાને હેલ્ધી રાખે છે.

મિક્સ સીડ્સ (બીજ) અને તાજા ફળો: આ વસ્તુઓ પણ તમે ખાઈ શકો છો, જે શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે.

પ્રોટીન રિચ નાસ્તો: સવારના નાસ્તામાં પ્રોટીનથી ભરપૂર ખોરાક સામેલ કરો.

નોંધ : આ આર્ટિકલ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો