IRCTC આપી રહ્યું છે નવા વર્ષે રાજસ્થાનની મુલાકાત લેવાની તક, આ રીતે બુક કરો ટૂર પેકેજ
IRCTC is giving a chance to visit rajasthan on new year | લોકો મોટાભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તેમના મિત્રો અને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે બહા

લોકો મોટાભાગે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તેમના મિત્રો અને પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે બહાર જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ રજાઓમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો IRCTCનું રંગીલા રાજસ્થાન પેકેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ પેકેજમાં તમને રાજસ્થાનના મોટા શહેરોની મુલાકાત લેવાનો મોકો મળશે. આ ટૂર પેકેજ રહેવા, જમવા અને ફરવા માટે ખાસ સુવિધાઓ પણ આપવામાં આવશે.
આ પણ વાંચો: New Year 2025 / નવા વર્ષની ઉજવણી માટે બેસ્ટ છે આ 4 સ્થળો, તમે પણ બનાવો મુલાકાત લેવાનો પ્લાન
IRCTC 8 દિવસનું ટૂર પેકેજ લાવ્યું
IRCTCએ રાજસ્થાનની મુલાકાત લેવા માટે નવું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજનું નામ છે 'રંગીલા રાજસ્થાન', જેમાં તમને 7 રાત અને 8 દિવસની રાજસ્થાની ટ્રિપનો મોકો મળશે. તમને જણાવી દઈએ કે, આ યાત્રા લખનૌથી શરૂ થશે અને તમારી સુવિધા અનુસાર તમે 19 ડિસેમ્બર અથવા 3 જાન્યુઆરીથી શરૂ થતા બે પેકેજમાંથી એક પસંદ કરી શકો છો. બંને પેકેજ 8 દિવસ માટે છે. આ ટૂર પેકેજમાં તમે જયપુર, પુષ્કર, બિકાનેર, જેસલમેર, જોધપુર વગરે સ્થળોની મુલાકાત લઈ શકો છો.
આ ટૂર પેકેજનું ભાડું શું છે?
આ ટૂર પેકેજમાં વિવિધ કેટેગરી અનુસાર કિંમતો આપવામાં આવી છે.
- સિંગલ ઓક્યુપન્સીઃ 63,000 રૂપિયા
- ડબલ ઓક્યુપન્સીઃ 48,600 રૂપિયા
- ટ્રિપલ ઓક્યુપન્સીઃ 63,000 રૂપિયા
- 5થી 11 વર્ષનું બાળક (અલગ બેડ):42,200 રૂપિયા
- 5થી 11 વર્ષનું બાળક (બેડ વગર): 39,500 રૂપિયા
કેન્સલેશન ચાર્જ
જો તમે ટ્રિપની શરૂઆતના 21 દિવસ પહેલા તમારી ટિકિટ કેન્સલ કરશો, તો તમને 70 ટકા રિફંડ મળશે. જો 15-21 દિવસ અગાઉ કેન્સલ કરવામાં આવે તો 45 ટકા રિફંડ મળશે, જો 8-14 દિવસ અગાઉ કેન્સલ કરવામાં આવે તો 20 ટકા રિફંડ મળશે અને જો 7 દિવસ પહેલા કેન્સલ કરવામાં આવે તો કોઈ રિફંડ નહીં મળે.
ટૂર પેકેજ કરવી રીતે બુક કરવું?
આ ટૂર પેકેજ બુક કરવા માટે, તમે IRCTC વેબસાઈટ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. ટૂર પેકેજ બુક કરતા પહેલા, તમારે પેકેજ સંબંધિત તમામ નિયમો અને શરતોને ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ. આ ટૂર પેકેજ વિશે વધુ માહિતી માટે તમે IRCTC વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.








