મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

આ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે International Nurses Day, જાણો ક્યારે થઈ હતી તેની શરૂઆત

કોઈપણ બીમારીમાંથી સાજા થવા માટે દવાઓ અને સારવાર એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેટલી યોગ્ય કાળ

આ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે International Nurses Day, જાણો ક્યારે થઈ હતી તેની શરૂઆત

કોઈપણ બીમારીમાંથી સાજા થવા માટે દવાઓ અને સારવાર એટલી જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેટલી યોગ્ય કાળજી. આમાં ડોક્ટરો કરતાં નર્સો મોટી જવાબદારી નિભાવે છે, તેઓ 24 કલાક દર્દીની સંભાળમાં રોકાયેલા હોય છે. તેમના સન્માન માટે, વિશ્વભરમાં દર વર્ષે 12 મેના રોજ 'આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે આ ઉજવણી કેવી રીતે શરૂ થઈ અને આ વર્ષની થીમ શું છે.

નર્સ દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દર વર્ષે 12 મેના રોજ ઉજવવામાં આવે છે. હકીકતમાં, 1820માં આ દિવસે, આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટીંગેલનો જન્મ થયો હતો. તેથી આ દિવસને 1974માં ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ (ICN) દ્વારા સમાજ અને હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં નર્સોના યોગદાનને યાદ રાખવા, આ વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને નર્સોનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું.

આ દિવસ આપણને આ નર્સોના યોગદાનની યાદ અપાવે છે, તેમના વિના આરોગ્ય સેવાઓ અધૂરી છે. કોવિડ રોગચાળા દરમિયાન પણ, તમે જોયું જ હશે કે કેવી રીતે તેઓ દરેક વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

નર્સ દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ?

ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ એ વર્ષ 1974માં ઈન્ટરનેશનલ નર્સ ડે મનાવવાની જાહેરાત કરી હતી. ફ્લોરેન્સ નાઈટીંગેલના સન્માનમાં 12 મેના રોજ સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ત્યારથી દર વર્ષે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષની થીમ શું છે?

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 2024ની થીમ છે "આપણી નર્સ. આપણું ભવિષ્ય. સંભાળની આર્થિક શક્તિ." તેનો અર્થ છે (Our Nurses. Our Future. The economic power of care) જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો