મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

International Family Day 2024 / કેવી રીતે શરૂ થઈ આ દિવસની ઉજવણી, જાણો તેનો ઈતિહાસ અને મહત્ત્વ

દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Family Day) ઉજવવામાં આવે છે. વૈશ્

International Family Day 2024 / કેવી રીતે શરૂ થઈ આ દિવસની ઉજવણી, જાણો તેનો ઈતિહાસ અને મહત્ત્વ

દર વર્ષે 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ (International Family Day) ઉજવવામાં આવે છે. વૈશ્વિક સ્તરે આ દિવસની ઉજવણી કરવાનો હેતુ પરિવારનું મહત્ત્વ બતાવવા અને દૂર થતા પરિવારોને જોડવાનો છે. માણસોથી લઈને પ્રાણીઓ સુધી દરેકને પરિવારની જરૂર હોય છે. પરિવાર જ છે જે સુખ-દુઃખમાં તમારી સાથે રહે છે. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ લોકોને તેમના પરિવારો સાથે સમય વિતાવવા અને ઉજવણી કરવાની તક પૂરી પાડે છે. ચાલો જાણીએ કે આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસનો ઈતિહાસ

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી પ્રથમ વખત વર્ષ 1994માં કરવામાં આવી હતી, પરંતુ તેનો પાયો 1989માં પહેલેથી જ નાખવામાં આવ્યો હતો. વર્ષ 1989માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પરિવારના મહત્ત્વ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના માટે એક દિવસ સમર્પિત કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. પાછળથી વર્ષ 1993માં, UNGAએ એક ઠરાવમાં પરિવાર દિવસ માટે 15મી મેની તારીખ નક્કી કરી અને ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 2024ની થીમ

દર વર્ષે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ એક અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની થીમ "Families and Climate Change" છે. આ થીમ આબોહવા પરિવર્તનની આપણા અને આપણા પરિવારો પર થતી અસરો તરફ ધ્યાન દોરે છે.

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવાનો હેતુ

આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવાનો હેતુ લોકોને પરિવારનું મહત્ત્વ જણાવવાનો છે. સુખી અને સ્વસ્થ પરિવાર એક સારા સમાજના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ દિવસ પરિવારને પરસ્પર મતભેદો ભૂલીને પ્રેમથી સાથે રહેવાની પ્રેરણા આપે છે.

આ સમાચાર શેર કરો