ઉનાળામાં કૂલ લુક મેળવવા માંગતા હોવ, તો વોર્ડરોબમાં સામેલ કરો આ 5 પ્રકારના આઉટફિટ્સ
ઉનાળાની ઋતુમાં જો તમે હવામાન પ્રમાણે કપડા પહેરીને સ્ટાઇલિશ દેખાવા ઈચ્છો છો તો આ 5 પ્રકાર

ઉનાળાની ઋતુમાં જો તમે હવામાન પ્રમાણે કપડા પહેરીને સ્ટાઇલિશ દેખાવા ઈચ્છો છો તો આ 5 પ્રકારના આઉટફિટ્સને તમારા વોર્ડરોબનો ભાગ બનાવો. જેથી તમે ઘરની બહાર નીકળો કે તમારા કપડા જોઈને લોકો તમારી સ્ટાઇલના વખાણ કરે.
કફ્તાન ડ્રેસ
કફ્તાન ડ્રેસ સૌથી આરામદાયક ડ્રેસમાંથી એક માનવામાં આવે છે. જો તમને વધારે ગરમી લાગતી હોય તો કફ્તાન ડ્રેસ સ્ટાઇલ કરી શકો છો. વેકેશન પર જવું હોય કે મિત્રો સાથે મૂવી જોવા જવું હોય આ પ્રકારનો આઉટફિટ ખૂબ જ સુંદર લાગે છે. કફ્તાન ડિઝાઇનની કુર્તી હોય કે ડ્રેસ બંને સ્ટાઇલિશ લાગશે.
શોર્ટ કુર્તી
જો તમે ઓફિસમાં એલિગન્ટ અને કેઝ્યુઅલ લુક ઈચ્છતા હોવ તો શોર્ટ કુર્તી ખૂબ જ સારો વિકલ્પ છે. સ્લીવલેસ, પ્રિન્ટેડ શોર્ટ કુર્તી ડેનિમ અથવા ક્રોપ ટ્રાઉઝર સાથે પરફેક્ટ લાગશે.
ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ
જો તમારે બ્રીઝી લુક જોઈતો હોય તો તમારા વોર્ડરોબમાં એક સુંદર ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ રાખો. કોઈપણ પ્રસંગે આ આઉટફિટ પહેરીને તમે ખૂબ જ સુંદર દેખાશો અને તમારો લુક સંપૂર્ણપણે સમર સિઝનનો દેખાશે.
કોટનની સાડી
જો તમને સાડી પહેરવાનો શોખ હોય તો તમારા વોર્ડરોબ કોટનની સાડી જરૂર રાખો રાખો. સ્લીવલેસ બ્લાઉઝ અથવા આકર્ષક બ્લાઉઝ ડિઝાઇન સાથે કોટન સાડી સ્ટાઇલ કરીને ઓફિસ મીટિંગમાં જાઓ. આ દેખાવ કમ્ફર્ટેબલ અને પરફેક્ટ દેખાશે.
ચિકનકારી ર્તી અથવા ડ્રેસ
ઉનાળામાં ચિકનકારી કપડા ખૂબ જ આકર્ષક લાગે છે. સાથે જ તે કૂલ અને એલિગન્ટ લુક આપે છે. આજકાલ ચિકનકારી ર્તીની સાથે ડ્રેસ પણ બજારમાં ઉપલબ્ધ છે. આને સ્ટાઇલ કરીને તમે ટ્રેન્ડી લુક મેળવી શકો છો.








