ઓક્સોડાઇઝ જ્વેલરી થઈ ગઈ છે ખરાબ તો અપનાવો આ 5 ટિપ્સ, ફરીથી થઈ જશે નવા જેવી
નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બધાએ પોતાની તૈ

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે બધાએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી હશે. કોઈ ચણિયાચોળી મોડિફાઈ કરાવી રહ્યું હશે તો કોઈ નવી ખરીદી રહ્યું હશે પરંતુ આ બધામાં સૌથી અગત્યની છે જ્વેલરી. ચણિયાચોળી સાથે ઓક્સોડાઇઝ જ્વેલરી કેરી કરવાનો ટ્રેન્ડ વર્ષોથી છે, પરંતુ નવરાત્રિ બાદ તેને યોગ્ય રીતે મેન્ટેન નથી કરવામાં આવતી જેના કારણે તે કાળી પડી જાય છે. વાસ્તવમાં ઓક્સોડાઇઝ જ્વેલરીને થોડી વધુ સંભાળની જરૂર હોય છે. તો ચાલો જાણીએ ઓક્સોડાઇઝ જ્વેલરીને લાંબા સમય સુધી મેન્ટેન રાખવા માટે શું કરી શકાય...
સોફ્ટ કપડાંથી કરો સાફ
ઓક્સોડાઇઝ જ્વેલરી જો ગંદી થઈ ગઈ હોય તો તેને સાફ કરવા માટે તમે ટૂથપેસ્ટ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તેને બ્રશની મદદથી ધીમે-ધીમે સાફ કરો અને પછી તેને મુલાયમ કપડાંથી લૂછી નાખો.
પર્ફ્યૂમથી બચાવીને રાખો
તમે જ્યારે પણ ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરી રહ્યા હોવ ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, તેમાં સહેજ પણ પર્ફ્યૂમ ન લાગે. તેનાથી જ્વેલરી ખરાબ અથવા કાળી પડી શકે છે. બોડી પર્ફ્યૂમ સુકાઈ ગયા પછી જ ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરો.
કોસ્મેટિકથી બચાવો
જો તમે કોઈ કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો તો જ્વેલરી કેરી કરતા પહેલા જ તેનો ઉપયોગ કરો. જ્યારે સંપૂર્ણપણે મેકઅપ સ્કિનમાં ઓબ્ઝોર્બ થઈ જાય પછી જ ઓક્સોડાઇઝ જ્વેલરી પહેરો.
પરસેવાથી બચાવો
વધુ સમય સુધી પરસેવો રહેવા પર પણ ઓક્સોડાઇઝ જ્વેલરી ખરાબ થઈ શકે છે. એટલે જ્વેલરી કાઢીને તેને સારા કપડાંથી લૂછી લો અને નિશ્ચિત કરો કે, તેમાં પરસેવો અથવા મેકઅપ લાગેલો નથી.
કપડાંમાં વીટીને રાખો
જ્યારે પણ ઓક્સોડાઇઝ જ્વેલરીને બોક્સમાં રાખો ત્યારે તેને સોફ્ટ કોટન કપડાંમાં વીટીને રાખો. આવું કરવાથી જ્વેલરી તૂટતી પણ નથી અને લાંબા સમય સુધી નવા જેવી જ રહે છે.








