જમ્યા બાદ આ ભૂલ કરી તો થશે મોટું નુકસાન, લીવર થઈ જશે ડેમેજ
શું તમે પણ જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો? જો તમે આવું કરો છો તો આ ખૂબ જ ખરાબ આદત છે, જે તમારા માટે

શું તમે પણ જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો? જો તમે આવું કરો છો તો આ ખૂબ જ ખરાબ આદત છે, જે તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જમ્યા પછી સૂઈ જવાથી લીવરની બીમારી થવાની શક્યતા
ખાસ કરીને જો તમારું લીવર કમજોર છે અથવા તમને લીવર સંબંધિત કોઈ બીમારી છે, તો જમ્યા પછી સૂવું તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આપણું યકૃત એક ફેક્ટરીની જેમ કામ કરે છે, ખોરાક પર પ્રક્રિયા કરે છે, ઝેરને ફિલ્ટર કરે છે. જે પણ લોકોને જમ્યા પછી સૂઈ જવાની આદત છે, તે ખૂબ જ ખરાબ છે. તે આપણા શરીરમાં મોટું નુકસાન કરી શકે છે. લીવરની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. જો લીવર સ્વસ્થ નહીં હોય તો તમારું પાચનતંત્ર અને મેટાબોલિઝમ પણ નબળું પડી જશે.
ખાધા પછી સૂવાથી છાતીમાં થાય છે બળતરા અને દુખાવો
ખાધા પછી સૂવાથી એસિડ રિફ્લક્સ એટલે કે GERD (ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ)નું જોખમ વધી જાય છે. આવામાં ખોરાક અને એસિડ પેટમાંથી ઉપર તરફ જાય છે, જેના કારણે છાતીમાં બળતરા અને દુખાવો થાય છે. આ સ્થિતિ ચિંતાજનક હોઈ શકે છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના યકૃત પર પહેલેથી જ વધારે દબાણ હોય છે, જેમ કે ફેટી લીવર, હેપેટાઇટીસ અથવા બળતરાની સ્થિતિ.
જાણો કયા કારણોથી થાય છે લીવરની બીમારી
જમ્યા પછી તરત સૂઈ જવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જે પાચનતંત્રની કામગીરી પર ખરાબ અસર કરે છે, જેમાં પેટનું ફૂલવું તેમજ પેટમાં સતત ઝીણો દુખાવો થવો, જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી સૂવાથી આંતરડાની ચરબી પણ વધી શકે છે, જે આંતરિક અવયવો પર અસર કરે છે, અને સ્વાસ્થ્ય માટે વધુ નુકસાનકારક કહેવામાં આવે છે.
લીવરની બીમારીથી બચવા શું ધ્યાન રાખશો
ખાધા પછી ઓછામાં ઓછા 2થી 3 કલાક સુધી ઊંઘવું જોઈએ નહીં. તેના બદલે આરામથી બેસો, હળવું ચાલવાનો રાખો અથવા અન્ય કાર્યોમાં વ્યસ્ત રહો. હંમેશા થોડું ઓછું ખાઓ જેથી પેટને ખોરાક પચાવવા માટે જગ્યા મળે. ચરબીયુક્ત અને તળેલો ખોરાક લેવાનું ટાળો. અને તેમાં પણ જો ખાસ કરીને લીવરની સમસ્યા હોય. તો જમ્યા પછી તરત જ પાણી કે ચા-કોફી પીવાનું ટાળો. આ આદતોમાં સુધારો કરીને તમે તમારા લીવર અને પાચનતંત્રને સ્વસ્થ રાખી શકો છો. એક વાત બીજી ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે, જમ્યા પછી તરત જ પાણી ન પીવું. એટલે કે જમ્યા પછી ઓછામાં ઓછા એક કલાક પછી જ ચા-કોફી પીવી.
ખાસ નોંધ : આ એક સામાન્ય માહિતી છે. આપેલી માહિતીમાંથી કંઈપણ અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરુરી.








