જો તમે શુષ્ક અને ખરતા વાળથી પરેશાન છો તો આ તેલથી કરો ચંપી, તમને હેરફોલથી મળશે રાહત
જેમ ભોજનમાં અલગ-અલગ તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે, તેવી જ રીતે વાળમાં પણ

જેમ ભોજનમાં અલગ-અલગ તેલનો ઉપયોગ કરવો ફાયદાકારક માનવામાં આવે છે, તેવી જ રીતે વાળમાં પણ અલગ-અલગ તેલનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારે વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવા હોય તો તેલ લગાવવું જ જોઈએ. તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ ઓછી થશે. એરંડાનું તેલ વાળ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ તેલ થોડું ચીકણું અને ઘટ્ટ હોય છે, પરંતુ તે વાળને સંપૂર્ણ પોષણ આપે છે. વાળ ધોતા પહેલા એરંડાના તેલથી વાળમાં ચંપી કરવાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થઈ શકે છે. જાણો વાળમાં એરંડાનું તેલ લગાવવાના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
વાળમાં એરંડાનું તેલ કેવી રીતે લગાવવું?
એરંડાનું તેલ એકદમ જાડું હોય છે, તેથી તે નવશેકું હોય પછી જ તેને વાળમાં લગાવો. તમારા હાથ પર તેલ ઘસો અને તેને વાળ અને સ્કેલ્પ પર લગાવો. હળવા હાથે વાળમાં માલિશ કરો. તમે તેને 1 કલાક અથવા તો આખી રાત રાખી શકો છો. બીજા દિવસે તમે તમારા વાળને શેમ્પૂ કરો. જો તમે ઈચ્છો તો એરંડાના તેલને અન્ય કોઈપણ તેલ સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો.
એરંડાના તેલના ફાયદા
વાળ લાંબા થશે
એરંડાનું તેલ વાળના વિકાસમાં મદદ કરે છે. એરંડાના તેલમાં રિસિનોલીક એસિડ હોય છે જે રબ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. તેનાથી વાળનો વિકાસ સુધરે છે. વાળ તૂટવાનું ઓછું થાય છે. એરંડાના તેલનો નિયમિત ઉપયોગ વાળના વિકાસને ઝડપી બનાવે છે.
વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખે
એરંડાનું તેલ વાળની ડીપ કન્ડીશનીંગમાં મદદ કરે છે. જેના કારણે વાળ શુષ્ક અને નિર્જીવ નથી થતા. એરંડાનું તેલ વાળને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેને ડ્રાયનેસને અટકાવે છે અને તે વાળ તૂટવાની સમસ્યાને પણ ઘટાડે છે. એરંડાનું તેલ વાળને મજબૂત કરવા માટે મૂળને પોષણ આપે છે.
ડેન્ડ્રફ ઘટાડે
એરંડાનું તેલ વાળમાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. તેમાં એન્ટીફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે ફંગલ ઇન્ફેક્શનને ઘટાડે છે અને ડેન્ડ્રફને દૂર કરે છે. જ્યારે ડેન્ડ્રફની સમસ્યા હોય ત્યારે હેરફોલ પણ વધે છે. આવી સ્થિતિમાં એરંડાના તેલથી ચંપી કરો.
વાળ જાડા થશે
જ્યારે વાળ ખરતા ઓછા થાય છે, તે વાળને જાડા અને મજબૂત બનાવે છે. એરંડાનું તેલ લગાવવાથી વાળની જાડાઈ પણ વધે છે. જે લોકોના વાળ પાતળા હોય તેમણે એરંડાના તેલથી ચંપી કરવી જોઈએ. જેના કારણે વાળ જાડા અને કાળા થઈ જાય છે.








